Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટથી મોટા સમાચાર : ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પાસામાં ધકેલાયા

Kshatriya Leader P.T. Jadeja Arrested Under PASA : ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા પાસા હેઠળ ધકેલાયા છે. રાજકોટ પોલીસે સાબરમતી જેલ મોકલી દેવાયા, 2 દિવસ પહેલાં મંદિર વિવાદમાં ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી

રાજકોટથી મોટા સમાચાર : ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પાસામાં ધકેલાયા

rajkot News : રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનને મજબૂત કરનાર પીટી જાડેજા પાસામાં પુરાયા છે. ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજાના પાસા કરાતા સાબરમતી જેલમાં મોકલી દેવાયા છે. હજી બે દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવા મામલે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની ધરપકડ થઈ હતી. 

fallbacks

તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ થતા ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો થયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. 

પી.ટી જાડેજાએ આપી હતી ધમકી
રાજકોટ દોઢસોફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું, તેના બેનરો મંદિર બહાર લગાવેલા હતા. જેથી પી.ટી.જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંયસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. BNSની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પી.ટી.જાડેજા સામે જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.

સરપંચની ચૂંટણીમાં અધિકારીઓએ ભાંગરો વાટ્યો, નાની વયની ઉમેદવારને બનાવી દીધી સરપંચ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More