કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આઠમું પગાર પંચ લાગૂ થશે તો પગાર વધારમાં 20 ટકાથી 30 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. પરંતુ આ તમામ ગણતરીઓ એક નંબર પર આધારિત છે. આ નંબર કોઈ સામાન્ય નંબર નથી કારણ કે આ નંબર જ નક્કી કરશે કે પગાર કેટલો મળશે સરકાર મુજબ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને તેનો ફાયદો મળશે. હવે સવાલ એ છે કે આ આઠમું પગાર પંચ લાગૂ ક્યારે થશે.
સરકારના સંકેતો અને ગત પેટર્ન મુજબ આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તેનાથી દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સના પગાર અને પેન્શનમાં બંપર ફાયદો થવાની શક્યતા છે.
ફિટમેન્ટ ફેક્ટર શું રહેશે?
7th Vs 8th Pay Commission Calculator: સરકારી કર્મચારીઓના બેઝિક પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતું. જેનાથી લઘુત્તમ વેતન 7000 રૂપિયાથી વધીને સીધુ 18000 રૂપિયા થઈ ગયું હતું. હવે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ત્રણ અલગ અલગ અનુમાનો ચર્ચામાં છે. 1.90 કે 1.92, 2.08 અને 2.86. આ ફિટમેન્ટ ફેક્ટર જ સરકારી કર્મચારીઓના નવા પગાર નક્કી કરશે.
પગાર વધારનારું જાદુઈ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટર એક જાદુઈ નંબર છે જેનાથી તમારો વર્તમાન બેઝિક સેલરીને ગુણીને નવો બેઝિક સેલરી નક્કી થશે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતું. જેના કારણે લઘુત્તમ બેઝિક સેલરીમાં માતબાર ઉછાળો આવ્યો અને 7000 રૂપિયાથી સીધો 18000 રૂપિયા થઈ ગયો હતો.
સૌથી મોટો સવાલ, આ વખતે કેટલો રહેશે ફિટમેન્ટ ફેક્ટર
આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ત્રણ અનુમાન સૌથી વધુ ચર્ચામાં છે. તમારો નવો પગાર આમાંથી જ કોઈ એક નંબર પર નિર્ભર રહેશે.
- અનુમાન 1- 1.92 (સૌથી વધુ અપેક્ષિત)
- અનુમાન 2- 2.08
- અનુમાન 3- 2.86
તમારા નવા પગારનો ફોર્મ્યૂલા સમજો
તમારા નવા બેઝિક પગારનું ગણિત ખુબ સરળ છે.
નવો બેઝિક પગાર = વર્તમાન બેઝિક પગાર × નવું ફિટમેન્ટ ફેક્ટર
સરકારી કર્મચારીઓને બખ્ખે બખ્ખા...
Pay Level | સાતમું પગાર પંચ (Basic Pay) | 1.92 ફિટમેન્ટ ફેક્ટર | 2.08 ફિટમેન્ટ ફેક્ટર | 2.86 ફિટમેન્ટ ફેક્ટર |
evel 1 | ₹18,000 | ₹34,560 | ₹37,440 | ₹51,480 |
Level 2 | ₹19,900 | ₹38,208 | ₹41,392 | ₹56,914 |
Level 3 | ₹21,700 | ₹41,664 | ₹45,136 | ₹62,062 |
Level 4 | ₹25,500 | ₹48,960 | ₹53,040 | ₹72,930 |
Level 5 | ₹29,200 | ₹56,064 | ₹60,736 | ₹83,512 |
Level 6 | ₹35,400 | ₹67,968 | ₹73,632 | ₹1,01,244 |
Level 7 | ₹44,900 | ₹86,208 | ₹93,392 | ₹1,28,414 |
Level 8 | ₹47,600 | ₹91,392 | ₹99,008 | ₹1,36,136 |
Level 9 | ₹53,100 | ₹1,01,952 | ₹1,10,448 | ₹1,51,866 |
Level 10 | ₹56,100 | ₹1,07,712 | ₹1,16,688 | ₹1,60,446 |
લઘુત્તમ પગારમાં આવશે મોટો જંપ
જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 રહ્યું તો લેવલ 1ના કર્મચારીઓનો બેઝિક પગાર 18000 રૂપિયાથી વધીને સીધો 34,560 રૂપિયા થઈ જશે.
ડીએ મીટર થશે ઝીરો?
એક મોટો ફેરફાર એ રહી શકે છે કે મોંઘવારી ભથ્થું (ડીએ) શૂન્ય રીસેટ કરવામાં આવી શકે છે. આઠમાં પગાર પંચના લાગૂ થયાની તારીખને વર્તમાન ડીએ ( જે ત્યાં સુધીમાં 60 ટકાથી ઉપર જઈ શકે છે)ને નવા બેઝિક પગારમાં જ સામેલ કરી દેવાશે અને ડીએની ગણતરી ફરીથી શૂન્યથી થશે.
પેન્શનર્સનું શું થશે?
પેન્શનર્સને પણ ફિટમેન્ટ ફેક્ટરનો એટલો જ ફાયદો રહેશે. તેમનો વર્તમાન બેઝિક પેન્શનને પણ નવા ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણવામાં આવશે.
ન્યૂનતમ પેન્શન
9000 રૂપિયાથી વધીને સુધી 25,740 (2.86 ફેક્ટર હોય તો) થઈ શકે છે.
મહત્તમ પેન્શન
₹1,25,000 થી વધીને ₹3,57,500 (2.86 ફિટમેન્ટ ફેક્ટર હોય તો) થઈ શકે છે.
સરકારનું શું છે વલણ
સરકારે હજુ સુધી અધિકૃત જાહેરાત કરી નથી પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં મધ્યમ વર્ગની ભૂમિકાને બિરદાવતા સંકેત આપ્યા છે કે સરકાર કર્મચારીઓના ભલા માટે આઠમાં પગાર પંચની દિશામાં કામ કરી રહી છે.
તારણ
આઠમાં પગાર પંચથી પગારમાં 20 ટકાથી 30 ટકાનો સામાન્ય વધારો થવાની આશા છે પરંતુ અસલ ખેલ ફિટમેન્ટ ફેક્ટરનો છે. જો તે 2.86 ની આસપાસ રહ્યો તો તે લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કોઈ લોટરીથી કમ જરાય નહીં હોય. આ ફક્ત તેમની ખરીદ શક્તિ વધારશે એટલું જ નહીં પરંતુ તેમના જીવનસ્થરમાં પણ મોટો સુધારો લાવશે. હવે બધાની નજર સરકારના અંતિમ નિર્ણય પર છે.
Disclaimer
આ આર્ટિકલ મીડિયા રિપોર્ટ્સ અને વિશેષજ્ઞોના અનુમાનો પર આધારિત છે. ફિટમેન્ટ ફેક્ટર અને પગારના અંતિમ આંકડા આઠમાં પગાર પંચની અધિકૃત ભલામણો બાદ જ નક્કી થશે.
(અહેવાલ-સાભાર ઝી બિઝનેસ હિન્દી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે