શૈલેષ ચૌહાણ/ પ્રાંતીજ : : રવિ સિઝન પુરી થતા અત્યારે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કેટલાક ખેડૂતો વેપારીઓને મિલમાં પોતાની મગફળી વેચાણ કરતા હોય છે. ત્યારે કેટલીક કંપનીઓ પણ હવે પછીની બીજી સિઝન માટે મગફળીના બિયારણ માટે સીધા ખેડૂતો પાસે મગફળી ખરીદી કરી અને બિયારણ અને કોમર્શીયલ વેચાણ માટે ખરીદી કરે છે. જેથી સ્થાનિકોને રોજગારી માટે મદદ રૂપ થાય છે.
PM મોદી કેવડીયા કોલોની ખાતે સી પ્લેન ઉપરાંત આપશે એક ખુબ જ રોમાંચક સરપ્રાઇઝ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલમાં એક ખાનગી મિલ મલિક દ્વારા સીધી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી શરૂ કરી છે. આ મગફળીનું બિયારણ બનાવવા માટે ગોરા બજારમાંથી લાવી અને તેમાંથી બિયારણ તૈયાર કરવા તેમાં રહેલા ખરાબ ગોળા વીણવા માટે સ્થાનિક મહિલાઓને રોજ ઉપર રોજગારી આપવાની શરૂઆત કરી છે. આ કામ કરવા માટે આ મહિલાઓને કિલોએ નક્કી કરેલ રકમ આપી તેમને રોજગારી આપવામાં આવે છે. જેથી કરીને સ્થાનિક લેવલ ઉપર મહિલાઓ ઘર કામ સાથે પોતાના પરિવાર મદદ રૂપ થઈને પૈસા કમાવવા માટે મદદરૂપ બની શકે. આ માટે મિલ માલિક દ્વારા કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જેથી મહિલાઓ પોતાના સમયએ કામ કરી શકે અને રોજગારી પણ મળી રહે છે. જેને લઈને મહિલાઓ અને દીકરીઓ પણ આ રોજગારીનો લાભ લે છે. મહેનતની કમાણીથી ઘરમાં ટેકો કરે છે અને મોઘવારીમાં પણ રાહત આ રકમ કામ લાગે છે.
મોબાઇલમાં પણ એક કા ડબલ કૌભાંડ, જો લોનથી મોબાઇલ ખરીદેલો હોય તો સાવધાન !
સામાન્ય રીતે હાલના મશીનરી યુગમાં કેટલાય લોકોની રોજગારીને ફટકો પડયો છે. જેથી મોટી મોટી મિલોમાં માણસોની જરૂર રહેતી નથી. જેને કારણે લોકોની રોજગારી છીનવાઈ ગયેલી જોવા મળે છે, પરંતુ અત્યારે હજુ પણ કેટલાક નાના એકમો એવા છે કે જે સ્થાનિકોને તેના થકી રોજગારી મળી રહે અને મશીનરી કરતા પણ સારું અને સસ્તું કામ કરી શકાય તે માટે સ્થાનિકો ને રોજગારી આપે છે. સાથે જ આ મિલમાં હાલ સલાલ સહિત આજુબાજુના ગામની ૫૦ થઈ ૬૦ માહિલાઓ દરરોજ આવે છે અને રોજગારી મેળવી રહી છે. આ મહિલાઓ આ મિલ દ્વારા રોજ ના ૨૦૦ થી ૩૦૦ રૂપિયા મહેનતાણું મેળવી રહી છે. આ ઉપરાંત આવતી રવિ સિઝનમાં બિયારણ પણ લોકોને સારું અને વ્યાજબી ભાવે મળી રહે તે હેતુંથી સલાલની એક મિલના મલિકે આ એક નવતર પ્રયોગ કરી અને અત્યારથી જ સ્થાનિકો અને ખેડૂતો માટે આ કાર્ય શરૂ કરી દીધું છે. સ્થાનિકોને રોજગારી માટે અત્યારે હાલ તો આ એક મિલ માલિક દ્વારા નવતર પ્રયોગ કરાયો છે, પણ જો સરકાર પણ આવી મિલના માલિકોને પ્રોત્સાહિત કરે અને આવા કાર્ય માટે હજુ પણ કોઈ નવા પ્રયોગો કરે તો કેટલાય બેરોજગારોને રોજગારી મળી શકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે