જયેશ દોશી/ નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકાર ટુરિઝમ વિભાગ અવનવા આકર્ષણોનો ઉમેરો કેવડિયા ખાતે કરી રહી છે, ત્યારે આગમી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એકતા પરેડમાં ભાગ લેવા આવનાર છે. ત્યારે નર્મદા નદીમાં પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ક્રુઝનું પણ લોકર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આમ તો આ ક્રુઝ બોટનું લોકર્પણ 21 માર્ચના રોજ થવાનું હતું. તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બની ગયો હતો, પણ કોરોના મહામારીએ ભારતમાં માથું ઉચકતા કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હતો.
મોબાઇલમાં પણ એક કા ડબલ કૌભાંડ, જો લોનથી મોબાઇલ ખરીદેલો હોય તો સાવધાન !
ત્યારે હવે 31 ઓક્ટોબરના રોજ બોટ લોકર્પણ થઈ જશે. પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ કરી શકશે. આ બોટમાં 200 થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોવિડ 19ની ગાઈડલાઈનને પગલે એક કલાક માત્ર 50 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ ક્રુઝમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યસ્થા કરવામાં આવી છે. જો કે આ વ્યવસ્થા માટે પ્રવાસીઓએ પોતાના ખર્ચે કરવાની રહેશે.
ભીડ ભેગી કરવાની ઘટનામાં સિંગર કિંજલ દવે અને MLA શશીકાંત પંડ્યા સામે થઈ ફરિયાદ
આ ક્રુઝ બોટની ટિકિટ લગભગ 250 થી 300 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવશે ક્રુઝ બોટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવો કંઈક અલગ જ હશે. જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે લાઈફ જેકેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ બોટ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફેરો મારશે. જે એક કલાકનો સમય લેશે. ખાસ પ્રવાસીઓના મનોરંજન માટે આ બોટ માં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જેના પર નર્મદા જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય અને સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો આગામી સમયમાં પણ યથાવત્ત રહેશે. પ્રવાસીઓ માટે ખુબ જ મોટુ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે