ગૌરવ પટેલ/જસદણ: જસદણ પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ભાજપ અને કોંગ્રેસ આ બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ સરકરાના વિરોધમાં જસદણમાં ખેડૂત હિત રક્ષક સમિતી મફતમાં લસણ વેચીને પોતાની અનોખો વિરોધ કરી રહી છે. પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ લોકોને ફ્રીમાં લસણ વેચ્યું હતું. આ પ્રકારે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા મફતમાં લસણ વેચવાની વાત જાહેર લોકોને થતા લોકોના ટોળેટોળા લસણ લેવા માટે ઉમટ્યા હતા.
લસણના પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતો લસણ ફેકી દેવાને બદલે લોકોને મફતમાં આપીને અનોખો વિરોધ કર્યો હતો. ખેડૂતો દ્વારા રસ્તા પર જનતા લોકોને લસણ આપીને અનોખો વિરોધ કર્યો હતો. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર થઇ રહેલા અન્યાયના વિરોધમાં ખેડૂતોએ મફતમાં લસણ વહેચી તથા ભાજપના પ્રધાનો અને ધારાસભ્યોના નામે પોસ્ટર પર ભાજપીઓને મફતમાં લસણ કેટલા પ્રમાણમાં આપવું તેની વિગતો લખીને અનોખો વિરોધ કર્યો હતો.
વધુમાં વાંચો...જસદણ પેટા ચૂંટણી : ગલીઓ, ઈમારતો પર લખાયું ‘કુંવરજી હારે છે’
ભાજપના લોકોને કેટલુ મળશે લસણ
ખેડૂતોએ આ અનોખો વિરોધ કર્યો છે. તેના વિશે ખેડૂતોએ માહિતી આપી કે ખેડૂતોના દેવામાં વઘારો થઇ રહ્યો છે. ખેડૂતોએ કહ્યું કે, લસણના મણનો ભાવ 15થી 20 રૂપિયા મળે છે. એના કરતા લોકોને મફતમાં લસણ આપી દેવુ તે સારૂ સમજીને શહેરના લોકોને અને રસ્તે જતા લોકોને મફતમાં લસણ વેચીને અનોખો વિરોધ કર્યો હતો.
ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આ વિરોધને કારણે જસદણ પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાને મોટો ફટકો લાગી શકે છે. ભાજપ સરકારના વિરોધમાં ઉતરેલા ખેડૂતોને કારણે કુવરજી બાવળિયાની મતમાં ફટકો પડે તેવું પણ લાગી રહ્યું છે. પેટા ચૂંટણી સમયે જ ખેડૂતોનો આ વિરોધ ભાજપને ભારે પડશે. અને કોંગ્રેસને આ વિરોધનો ફાયદો થાય તેવું પણ લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે