નવી દિલ્હી: વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણો મામલે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દિલ્હી હાઇકોર્ટે દોષી જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી છે. જસ્ટીસ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની બેંચે કુમારને ગુનાહિત ષડ્યંત્ર રચવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું, સાંપ્રદાયિક સંવાદિતા સામે કૃત્યો કરવા માટે દોષિત જાહેર કર્યો છે. પંજાબના સંગરૂરથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવેત માને કહ્યું કે, કોંગ્રેસે 84 રમખાણોના અન્ય આરોપી કમલનાથને મધ્ય પ્રદેશના સીએમ ન બનાવવાની માગ કરી છે.
વધુમાં વાંચો: આજે સજ્જન કુમાર, કાલે ટાઇટલર પછી કમલનાથ અને છેલ્લે ગાંધી પરિવારનો વારો: હરસિમરત કૌર
ભગવંત માને કહ્યું કે, કમલનાથને પંજાબ કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવવા પર લોકોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસે તેમને હટાવી દીધા હતા. હેવ આવું કેમ નહીં? કોંગ્રેસ કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવી શીખોના દાઝ્યા પર ડામ દીધા છે. લોકોએ તેમને (કમલનાથ) રમખાણોને ઉશ્કેરાવતા જોયા હતા. કેમ તેમની સામે એફઆઇઆર દાખલ થઇ નથી?
વધુમાં વાંચો: 1984ના તોફાનો મુદ્દે સજ્જન કુમારને જેલ, જાણો સમગ્ર ઘટનાક્રમ 10 પોઇન્ટમાં
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે સોમવારે હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં બે મોટા સાંપ્રદાયિક નરસંહાર થયા, જેમાં મોટા મોટા રાજકીય લોકો સામેલ હતા. છેવટે, કેટલાક મોટા લોકોએ સજા મેળવવાનું શરૂ થયું છે.
ભારદ્વાજે આ મામલે કોંગ્રેસ અને ભાજપ પર એક બીજાને બચાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, 1984 નરસંહાર દિલ્હી પર સ્થાયી કલંક છે. સજ્જન કુમાર પર દિલ્હી હાઇકોર્ટે સચોટ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
વધુમાં વાંચો: કોંગ્રેસ નેતા સજ્જન કુમારને સજા, 1984 શીખ વિરોધી રમખાણ કેસમાં કોર્ટે ફટકારી આજીવન કેદ
ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે. ભારદ્વાજે કહ્યું કે નિર્દોષ નાગરિકોના સામૂહિક હત્યાકાંડ માટે રાજ્ય શક્તિનો ઉપયોગ સંપૂર્ણ અન્યાયી છે. જો શીથ રમખાણો મામલે સમયસર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સજા આપવામાં આવી હોત તો 2002માં આવા જ નરસંહારની કોઈ પુનરાવર્તન ન થતું.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે