Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલીતાણાના રાણપરડા ગામે એક પિતાએ તેના ભાઈ સાથે મળીને પોતાની અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમાંધ બનેલી પુત્રીની હત્યા કરી તેની લાશની બરોબર અંતિમવિધિ કરી નાખવાની ઘટનાએ ભારે ચકચાર મચી છે.જ્યારે આ ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસે હત્યારા પિતા અને કાકા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
'આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ, ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવનારા સામે પગલા
ભાવનગરના પાલીતાણાના રાણપરડા ગામે એક પિતાએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમાંધ બનેલી પુત્રીની ભાઈ સાથે મળી ગળું દબાવીને નાની દીકરીની હાજરીમાં જ હત્યા કરી તેની લાશની અંતિમવિધિ કરી નાખવાની ઘટના ગત તા.7 માર્ચના રોજ બનવા પામી હતી. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે એમ પિતાની આ ક્રૂરતા આખરે સામે આવી હતા ભારે ચકચાર મચી છે. જેમાં મૂળ રાણપરડાના દીપકભાઈ રાઠોડ કે જેની પત્નીનું 10 વર્ષ અગાઉ અવસાન થતાં તે પુત્રી જલ્પા સાથે સુરત ખાતે રહેતા હોય અને જેની સગાઈ પણ કરી નાખવામાં આવી હોય ત્યારે જલ્પા 7 દિવસ અગાઉ કોઈ અન્ય જ્ઞાતિના યુવક સાથે ભાગી જતા પિતાએ તેની શોધખોળ કરી ભાગી જવાના બીજા જ દિવસે તેની ભાળ મેળવી પોતાના વતન રાણપરડા આવી ગયા હતા.
નવી જંત્રીના દરમાં કોઈ ફેરફાર કે ઘટાડો નહીં થાય! લોકોનું ઘર ખરીદવાનું સપનું તૂટી જશે
ગત તા.7 માર્ચના રોજ દીપકભાઈએ આ બાબતે તેના ભાઈ સાથે મળી જલ્પા ને ઢોરમાર મારી બાદમાં ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જ્યારે પિતા અને કાકાએ આ ઘટનાની કોઈને જાણ કર્યા વગર તેની બારોબાર રાણપરડા ખાતે અંતિમવિધિ પણ કરી નાખી હતી. તેમજ કઈ ન બન્યુ હોય તેમ સુરત પરત પણ ફરી ગયા હતા જ્યારે દીપકભાઇનો ભાઈ પણ ગામમાંથી અન્યત્ર જતો રહ્યો હતો. પરંતુ આખરે આ પાપનો ઘડો ફૂટ્યો અને પોલીસને જાણ થતાં પોલીસે હત્યારા પિતા અને તેના ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં મહિલા ખેલાડીઓ માટે શરૂ કરાઈ આ શાનદાર યોજનાઓ, જાણો તેના ફાયદા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે