Home> World
Advertisement
Prev
Next

Viral News : હે ભગવાન! 52 વર્ષની ઉંમરે જમાઈથી ગર્ભવતી થઈ મહિલા, પતિને કહ્યું તો બોલ્યા- આ મારું...

તમને કદાચ આ સાંભળવામાં અટપટું લાગે પરંતુ આ વાત સાચી છે. એક મહિલાએ તેના જમાઈથી ગર્ભવતી થઈને બાળકને જન્મ આપ્યો. જાણો આખરે શું છે મામલો. 

Viral News : હે ભગવાન! 52 વર્ષની ઉંમરે જમાઈથી ગર્ભવતી થઈ મહિલા, પતિને કહ્યું તો બોલ્યા- આ મારું...

પ્રેગનેન્સી ટેસ્ટ કરાવવો આમ તો તણાવપૂર્ણ હોય છે પરંતુ ક્રિસ્ટી શ્મિટ માટે આ પળ તેના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયો. 52 વર્ષની ઉંમરે તને ખબર પડવાની હતી કે તે પ્રેગનેન્ટ છે...અને તે પણ પોતાના જમાઈના બાળકથી? આ કહાની છે એક માતાના તેની દીકરી પ્રત્યેના ગાઢ પ્રેમ અને ત્યાગની, જેણે તેની પુત્રીનું સપનું પૂરું કરવા માટે અસાધારણ પગલું ભર્યું. 

fallbacks

ક્રિસ્ટી અને તેની પુત્રી હેઈડી હંમેશા એક બીજાની ખુબ નીકટ હતા. હેઈડીનું સપનું હતું કે તે માતા બને, પરંતુ 2015માં જ્હોન સાથે લગ્ન બાદ પણ તેનું આ સપનું પૂરું થઈ શક્યું નહીં. અનેક વર્ષોની કોશિશ છતાં હેઈડી ગર્ભવતી થઈ શકી નહીં. 

2020માં આખરે હેઈડીને ગર્ભધારણનું સુખ મળ્યું, પરંતુ તેની ખુશીઓ વધુ સમય સુધી કાયમ રહી નહીં. ડોક્ટરોએ જણાવ્યું કે હેઈડીને યુટેરિન ડિડેલ્ફિસ નામની દુર્લભ સમસ્યા છે. જેમાં બે ગર્ભાશય હોય છે. તે જોડકા બાળકોની માતા બનવાની હતી પરંતુ દુર્ભાગ્યપણે 10 અઠવાડિયામાં એક બાળકના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા. 24માં અઠવાડિયે તેણે તેના પુત્ર મલાકાઈને પણ ગુમાવી દીધો. આ દર્દનાક ઘટનાથી હેઈડી ભાંગી પડી. ડોક્ટરોએ પણ ચેતવણી આપી કે ફરીથી ગર્ભધારણ કરવો એ તેના માટે જોખમી બની શકે છે. 

IVFથી માતા અને નાની બની ક્રિસ્ટી
પુત્રીનું દર્દ જોઈને ક્રિસ્ટી ખુબ દુખી હતી. ત્યારે હેઈડીએ તેને જણાવ્યું કે તે IVF (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન) અને સરોગસી દ્વારા માતા બનવાનું વિચારી રહી છે. આ સાંભળતા જ ક્રિસ્ટીએ નિર્ણય લીધો કે તે પોતે તેની પુત્રીની સરોગેટ બનશે. આ નિર્ણય સાથે ક્રિસ્ટી તેના જમાઈના બાળકને જન્મ આપીને એક સાથે માતા અને નાની બનવા જઈ રહી હતી. 

ક્રિસ્ટીએ હેઈડેને ખાતરી અપાવી કે હું તમારા અને જ્હોના બાળકને મારા ગર્ભમાં ઉછેરીશ. હેઈડી પહેલા તો સ્તબ્ધ થઈ ગઈ પરંતુ ક્રિસ્ટીએ સમજાવી કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને આ જવાબદારી માટે તૈયાર છે. ક્રિસ્ટીના પતિ રેએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું. મેડિકલ તપાસ બાદ ડોક્ટરોએ ક્રિસ્ટીને ગર્ભધારણ માટે મંજૂરી આપી દીધી. હોર્મોન ઈન્જેક્શન લઈને ક્રિસ્ટીના શરીરને ગર્ભાવસ્થા માટે તૈયાર કરાયું. જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર થયો તો ક્રિસ્ટીએ વચન આપ્યું કે નવ મહિના બાદ તે હેઈડીના ખોળામાં તેનું બાળક સોંપશે. નવ દિવસ બાદ જ્યારે પ્રેગનેન્સી ટેસ્ટ પોઝિટિવ  આવ્યો તો ક્રિસ્ટીએ હસતાં હસતાં કહ્યું કે હું 52 વર્ષની ઉંમરે માતા બની રહી છું.!

લોકોએ લગાવ્યા આરોપ
ક્રિસ્ટીની ગર્ભાવસ્થા સામાન્ય રહી, જો કે કેટલાક લોકો આરોપ લગાવ્યો કે તેણે હેઈડીનો માતૃત્વ અનુભવ છીનવી લીધો. પરંતુ ક્રિસ્ટીએ આ વાતોને નજરઅંદાજ કરી. તેના પતિ રે મજાકમાં કહેતા હતા કે, 'આ મારું બાળક નથી, પરંતુ મારા જમાઈની પુત્રી અને મારી પૌત્રી છે.'

માર્ચ 2022માં પ્લાન્ડ સી સેક્શન દ્વારા એક્કો જોયનો જન્મ થયો. હેઈડીએ એક્કોને પહેલીવાર ખોળામાં લેતા કહ્યું કે, એવું લાગે છે કે જાણે મારી દુનિયા ફરીથી ખીલી ગઈ. આ બધુ મારી માતાના કારણે શક્ય બન્યું હતું. આજે એક્કો ત્રણ વર્ષની ચંચળ અને હસમુખી બાળકી છે. જેને તેની નાની ક્રિસ્ટી સાથે ખુબ લગાવ છે. ક્રિસ્ટી કહે છે કે મને કોઈ આભારની જરૂર નથી, મારી દીકરીની ખુશીઓ માટે આ કરવું એ મારા માટે ગર્વની વાત હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More