ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશનમાં મહિલા દર્દીએ સારવાર કરનાર ડોકટર વિરુધ્ધ બળાત્કાર અને પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડોકટર આરોપીની ધરપકડ કરી ને તપાસ શરૂ કરી છે. અમદાવાદની મણીનગર પોલીસની ગિરફ્તમાં ઉભેલા ડોકટરનું નામ નિલેશ નાયક છે. આજે આરોપી બનીને મણીનગર પોલીસ સ્ટેશનમાં ઊભા છે. આ ડોકટર નિલેશ નાયક પર તેના જ મહિલા દર્દીએ બળાત્કાર સહિત પૈસા પડાવી લેવાની ફરિયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો આવો પહેલા એ જાણીએ કે પોલીસ અધિકારી પાસેથી કે શું ફરિયાદ નોંધાઈ છે.
રાજ્ય સરકાર- DEO ઊંઘતા રહ્યા, અજમેરથી CBSE બોર્ડની ગુજરાતમાં રેડ, આ નામાંકિત સ્કૂલો
સમગ્ર બનાવની વિગત વાર વાત કરી એ તો વર્ષ 2024માં ફરિયાદી મહિલાને છેલ્લા ત્રણ વર્ષથી ડાયાબિટીસની બીમારી હોવાના કારણે સ્કીમ ડિસીઝ અને હેરફોલ થઈ રહ્યા હતા. જેના કારણે એક ખાનગી હોસ્પિટલમાં મહિલા ફરિયાદી સારવાર માટેથી ગયા હતા. એ સમયે આરોપી ડોકટર નિમેષ નાયક સાથે સંપર્કમાં આવ્યાં હતાં અને ફોન નંબરની આપ-લે થયા બાદ ફોન પર અવારનવાર વાત થતી રહેતી હતી. બાદમાં આરોપી ડોકટર નિલેશ નાયકે ખાનગી હોસ્પિટલમાંથી નોકરી છોડી દીધા બાદ નિકોલ ખાતે પોતાનું ક્લિનિક ચાલુ કર્યું હતું.
આગામી 3 મહિના ગુજરાતનું કેવું રહેશે હવામાન? જાણીતા આગાહીકાર અંબાલાલની લેટેસ્ટ આગાહી
ત્યારે મહિલા ફરિયાદીની તબિયત બગડતા મહિલા ફરિયાદી આરોપી ડોકટર નિલેશ નાયકના કાલીનિક પર ગયા હતા, ત્યારે મહિલા ફરિયાદીને બોટલ ચઢાવીને સારવાર કરી હતી. ત્યારબાદ આરોપી ડોકટર નિલેશ નાયકે મહિલા ફરિયાદી પાસેથી પૈસાની જરૂર હોવાથી 2 લાખની માંગણી કરી હતી. જેથી મહિલાએ 2 લાખ રૂપિયા ટુકડે ટુકડે આરોપી ડોકટરને બેન્કથી ટ્રાન્સફર કરી આપ્યા હતાં. ત્યારબાદ બીજી વાર સારવાર કરવા સમયે મહિલા જતા મહિલાના સોનાના દાગીના પણ લઈ લીધા હતા અને મહિલાના છાતીના ભાગના ફોટો પણ પડી લીધા હતા.
ગુજરાતમાં વરદાન બની આ યોજના; 76 લાખથી વધુ કુટુંબોને મળી રહ્યો છે લાભ, શું તમે લીધો?
ત્યારબાદ ડોકટર આરોપી નિલેશ નાયકે વધુ પૈસા ઉછીના માંગતા મહિલાએ ઇનકાર કર્યો હતો, ત્યારે આરોપી ડોકટરે કહ્યું કે જો પૈસા નહીં આપો તો તમારા પાડેલા ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારે મહિલા ફરિયાદીએ આત્મહત્યાની ધમકી આપતા આરોપી ડોકટરે મહિલા ફરિયાદીને ફોટો ડિલીટ કરી દેવા અને સમાધાન માટેથી મણીનગરની હોટેલમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર; વાંચી લેજો આ ફેરફાર
આ પ્રકારે 2થી 3 વાર મહિલાને બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અંતે મહિલા દર્દીએ કંટાળીને મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આરોપી ડોકટર નિલેશ નાયકની ધરપકડ કરી પુરાવા એકત્ર કરવા માટેથી ફોન કબજે કરીને એફએસએલમાં મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે