Home> Business
Advertisement
Prev
Next

8th Pay Commission માં પગાર વધી જશે પરંતુ ઘટી જશે ભથ્થા? 7માં પગાર પંચે ઘટાડી દીધા હતા 101 એલાઉન્સ

8th Pay Commission: આઠમાં પગાર પંચની ઔપચારિક રચના કરવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. આ પંચ નક્કી કરશે કે કયા-કયા જૂના ભથ્થા હટાવવામાં આવશે અને કયા ભથ્થાને સામેલ કરવામાં આવશે. સાતમાં પગાર પંચે 101 ભથ્થાને હટાવી દીધા હતા. 

8th Pay Commission માં પગાર વધી જશે પરંતુ ઘટી જશે ભથ્થા? 7માં પગાર પંચે ઘટાડી દીધા હતા 101 એલાઉન્સ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચની જાહેરાત કરી દીધી છે. જલ્દી આ પંચની રચના કરવામાં આવશે. પગાર પંચના સભ્યો નક્કી કરશે કે કેન્દ્રીય કર્મચારીઓને કેટલો પગાર મળશે. કર્મચારીઓના વેતનમાં પગાર વધારા સાથે તેને મળતા અલગ-અલગ ભથ્થાની સમીક્ષા પણ કરવામાં આવશે. આ પંચ નક્કી કરશે કે કયા ભથ્થાને સામેલ કરવા અને કયા ભથ્થાને હટાવી દેવા.

fallbacks

7માં પગાર પંચનો નિર્ણય અને પગાર વધારો
સાતમાં પગાર પંચે કેન્દ્ર સરકારને કર્મચારીઓનો પગાર 2.57 ફિટમેન્ટ ફેક્ટરથી વધારવાની ભલામણ કરી હતી, જેમાં મિનિમમ વેતન 18000 રૂપિયા અને મેક્સિમમ વેતન 2,25,000 રૂપિયા થઈ ગયું હતું. આ પંચે કુલ 196 ભથ્થાની સમીક્ષા કરી, જેમાંથી માત્ર 95ને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે 101 ભથ્થાને ખતમ કરી દીધા કે કોઈ અન્ય ભથ્થાની સાથે જોડી દેવામાં આવ્યા હતા.

7માં પગાર પંચે હટાવેલા કેટલાક મુખ્ય ભથ્થા
સાતમાં પગાર પંચે કયા ભથ્થા ખતમ કર્યા હતા તેનું લિસ્ટ નીચે આપવામાં આવ્યું છે.

એક્સીડેન્ટ એલાઉન્સ- રિપોર્ટમાં સામેલ ન કરવામાં આવ્યા.

એક્ટિંગ એલાઉન્ટ- ખતમ કરી દેવામાં આવ્યું, હવે એડિશનલ પોસ્ટ એલાઉન્ટ હેઠળ સામેલ છે.

એર ડિસ્પેચ પે- ખતમ કરી દેવામાં આવ્યું.

કોલ પાયલટ એલાઉન્સ- ખતમ કરી દેવામાં આવ્યું.

પરિવાર નિયજન ભથ્થું- ખતમ કરી દેવામાં આવ્યું

ઓવરટાઈમ ભથ્થું- ખતમ કરી દેવામાં આવ્યું

સાયકલ ભથ્થું- ખતમ કરી દેવામાં આવ્યું.

ક્લોથિંગ એલાઉન્સ- ડ્રેસ એલાઉન્સમાં સામેલ કરવામાં આવ્યું

વિશેષ વૈજ્ઞાનિક વેતન- ખતમ કરી દેવામાં આવ્યું

સંડર્બન ભથ્થું- ટફ એલાઉન્સ- 3માં સામેલ કરવામાં આવ્યું

આવા અનેક ભથ્થા એવા હતા જેને ખતમ કરી દેવામાં આવ્યા કે અન્ય ભથ્થામાં સામેલ કરી દેવામાં આવ્યા. 

આ પણ વાંચોઃ ટાટાનો આ સ્ટોક ખરીદવાની 20 એક્સપર્ટની સલાહ, ડબલ થઈ જશે ભાવ, કિંમત છે 625 રૂપિયા

આઠમાં પગાર પંચ પાસે કઈ-કઈ આશા?
આઠમાં પગાર પંચની શરતોને એપ્રિલ 2025 સુધી અંતિમ રૂપ આપવાની સંભાવના છે. ત્યારબાદ સરકાર વેતન પંચના સભ્યો અને અધ્યક્ષની પસંદગી કરશે. નવા પગાર પંચને અલગ-અલગ હિતધારકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પોતાનો રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ એક વર્ષ લાગી શકે છે. હિતધારકોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પ્રતિનિધિઓ સામેલ થશે.

તેવું અનુમાન છે કે આઠમાં પગાર પંચ હેઠળ કર્મચારીઓના વેતનમાં 3.00 ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે વધારો થઈ શકે છે, જેનાથી મિનિમમ બેસિક પગાર 26000 રૂપિયા સુધી પહોંચી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય પંચની ભલામણો અને સરકારની મંજૂરી પર નિર્ભર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More