Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, અનેક કોરોના દર્દીઓના મૃત્યુ

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાયેલી છે. આગના પગલે કેટલાક કોરોના  દર્દીઓના પણ મોત થયા છે. 

અમદાવાદ: નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, અનેક કોરોના દર્દીઓના મૃત્યુ

મૌલિક ધામેચા, અતુલ તિવારી અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાયેલી છે. આગના પગલે કેટલાક કોરોના  દર્દીઓના પણ મોત થયા છે. 

fallbacks

મળતી માહિતી મુજબ રાત્રે 3 વાગે આગ લાગી હતી. આગના કારણની તપાસ ચાલુ છે. આ હોસ્પિટલમાં કુલ 49 લોકો દાખલ હતાં. આઈસીયુમાં દાખલ 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલા સામેલ છે.  જ્યારે 41ને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. 

મૃતકોના નામ આ પ્રમાણે છે...
1. આયેશાબેન તિમીજી
2. મનુભાઈ રામી
3. જ્યોતિબેન સિંધી
4. અરવિંદભાઈ ભાવસાર
5. નરેન્દ્રભાઈ શાહ
6. લીલાવતીબેન શાહ
7. નવીનલાલ શાહ
8. આરિફભાઈ મન્સુરી

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More