Home> India
Advertisement
Prev
Next

જમ્મુ-કાશ્મીરના LG જીસી મુર્મુએ આપ્યું રાજીનામું, મનોજ સિન્હા બનશે નવા ઉપરાજ્યપાલ

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મુએ રાજીનામું આપી દીધુ છે. તેઓ ઓક્ટોબર 2019માં આ પદ પર નિયુક્ત થયા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ CAGનો પદભાર સંભાળશે. મુર્મુનું રાજીનામું એવા દિવસે પડ્યું છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવાને ગઈ કાલે એક વર્ષ વિત્યું. 

જમ્મુ-કાશ્મીરના LG જીસી મુર્મુએ આપ્યું રાજીનામું, મનોજ સિન્હા બનશે નવા ઉપરાજ્યપાલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મુએ રાજીનામું આપી દીધુ છે. તેઓ ઓક્ટોબર 2019માં આ પદ પર નિયુક્ત થયા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ CAGનો પદભાર સંભાળશે. મુર્મુનું રાજીનામું એવા દિવસે પડ્યું છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવાને ગઈ કાલે એક વર્ષ વિત્યું. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું રાજીનામું સ્વીકારી લીધુ છે અને હવે તેમની જવાબદારી મનોજ સિન્હા સંભાળશે. તેઓ નવા ઉપરાજ્યપાલ બનશે. 

fallbacks

ગુજરાત કેડરના 60 વર્ષના પૂર્વ આઈપીએસ અધિકારીએ ગત વર્ષ 29 ઓક્ટોબરના રોજ આ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ એલજી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 1985ની બેચના આઈએએસ અધિકારી મુર્મુના રાજીનામા પર કોઈ અધિકૃત નિવેદન તો નથી આવ્યું. આથી કાશ્મીરમાં આખો દિવસ આ ખબરને લઈને ગરમાવો જોવા મળ્યો. 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ એલજી સંબંધિત એક ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું કે જમ્મુ અને કાશ્મીરના એલજીને લઈને આ બધુ શું સાંભળવામાં આવી રહ્યું છે? એકદમ કેટલાક કલાકો પહેલા આ સમાચાર મળ્યા અને હવે અચાનક જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર આ ખબર છવાયેલી છે. 

ઉલ્લેખનીય છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે મુર્મુએ તે વખતે પ્રધાન સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ ઉપ રાજ્યપાલના પદ પર નિયુક્તના સમયે નાણા મંત્રાલયમાં સચિવ હતાં. જો કે હજુ એ ખબર નથી પડી કે જમ્મુ અને કાશ્મીરના નવા એલજી કોણ બનશે. 

આ બધા વચ્ચે 5 ઓગસ્ટના રોજ કલમ 370ની જોગવાઈઓ દૂર કરાયાને એક વર્ષ થયાની વર્ષગાંઠ પણ કાશ્મીરમાં ઉજવાઈ. ગત વર્ષે 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે સંસદમાં કલમ 370 દૂર કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી દીધુ હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More