Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર: કોલસા ભરેલી માલગાડીમાં આગ, ફાયરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

જામનગર રેલવે સ્ટેશન પર ઉભી રહેલી માલગાડીનાં કોલસા ભરેલા એક વેગનમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી

જામનગર: કોલસા ભરેલી માલગાડીમાં આગ, ફાયરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ : જામનગર રેલવે સ્ટેશન પર ઉભી રહેલી માલગાડીનાં કોલસા ભરેલા એક વેગનમાં અચાનક આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી. કોલસાથી ભરેલા આખા વેગનમાં ઉપર આગ ભભુકી ઉઠતા થોડા સમય માટે તંત્ર પણ દોડતું થયું હતું. જો કે ફાયર બ્રિગેડે તત્કાલ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. ફાયરની સજાગતાનાં કારણે એક મોટી દુર્ઘટના નિવારી શકાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આખુ વેગન કોલસાથી ભરેલું હતું જો યોગ્ય સમયે આગને બુઝાવવામાં ન આવી હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરત. જેનું નુકસાન ન માત્ર સ્ટેશનને પરંતુ રેલવે ટ્રાફીક પર પણ ગંભીર અસર થઇ હોત.

fallbacks

સુરતની અજીબ ચોર ટોળકી પકડાઈ, પહેલા બાઈક ચોરવાનું, અને એ બાઈક લઈને ઘરચોરી કરવાની!!!

થરાદ બેઠકનું ગણિત : એક સમયે જીત માટે આસાન ગણાતી આ બેઠક કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરનાં હાપા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કોલસો લઇને જઇ રહેલી માલગાડી એક સુપર ફાસ્ટ ટ્રેન પસાર થાય તેની રાહ જોઇને સાઇડ ટ્રેક પર ઉભી હતી. જો કે અચાનક તેમાં આગ લાગી જતા નાસભાગ થઇ ગઇ હતી. રેલવે અધિકારીઓ દ્વારા ફાયરને તત્કાલ જાણ કરવામાં આવી હતી. ફાયર દ્વારા આગને કાબુમાં લઇ લેવાઇ હતી. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. આગ કાબુમાં લેવાયા બાદ ટ્રેનને તેના ગંતવ્ય માટે રવાના કરી દેવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More