Home> Sports
Advertisement
Prev
Next

નડાલે ગર્લફ્રેન્ડ જિશા પેરેલો સાથે કર્યા લગ્ન, બંન્ને 14 વર્ષથી કરતા હતા ડેટ

પેરોલો પોતાને લાઇમલાઇટથી દૂર રાખે છે. તે નડાલની મેચ દરમિયાન ક્યારેક-ક્યારેક સ્ટેડિયમમાં જોવા મળે છે.
 

નડાલે ગર્લફ્રેન્ડ જિશા પેરેલો સાથે કર્યા લગ્ન, બંન્ને 14 વર્ષથી કરતા હતા ડેટ

નવી દિલ્હીઃ સ્પેનના ટેનિસ ખેલાડી રાફેલ નડાલે શનિવારે 14 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ જિશા પેરેલો સાથે મલોરકામાં લગ્ન કરી લીધા છે. 19 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા નડાલે પાછલા વર્ષે પેરેલો સાથે સગાઈ કરી હતી. આ દરમિયાન ટેનિસ સ્ટારે લગ્ન માટે પણ પ્રપોઝ કર્યું હતું. બંન્ને 2005થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. નડાલ-પેરેલોએ મલોરકામાં લગ્ન કર્યાં છે. બંન્ને અહીં રહેવાના છે. રિપોર્ટ અનુસાર, લગ્નમાં ચાર દાયકા સુધી સ્પેનના રાજા રહેલા જુઆન કાર્લોસ પ્રથમ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન આશરે 350 મહેમાન હાજર હતા. લગ્નની તસવીર હજુ સામે આવી નથી. 

fallbacks

રેપોલો રાફેલ નડાલ સંસ્થામાં પ્રોજેક્ટ ડાયરેક્ટર છે
31 વર્ષની રેપેલો ઇનવેસ્ટમેન્ટ બેન્કર હતી. બાદમાં તેણે નોકરી છોડી રાફેલ નડાલ સંસ્થામાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ચેરિટેબલ ટ્રસ્ટ નડાલે 10 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. નડાલ અને પેરેલોની મુલાકાત ટેનિસ સ્ટારની બહેન મૈરિબેલે કરાવી હતી. 

IND vs SA: રાંચી ટેસ્ટઃ બીજા દિવસની રમત પૂરી, આફ્રિકાનો સ્કોર 9/2  

પેરોલો પોતાને લાઇમલાઇટથી દૂર રાખે છે. તે નડાલની મેચ દરમિયાન ક્યારેક-ક્યારેક સ્ટેડિયમમાં જોવા મળે છે. 33 વર્ષીય નડાલે લગ્ન માટે તે પેલેસની પસંદગી કરી, જ્યાં બીબીસીની જાણીતી ટેલીવિઝન સિરીઝ નાઇટ મેનેજરનું શૂટિંગ થયું હતું. આ જગ્યા પર વેલ્સ અને રિયલ મેડ્રિડ માટે ફુટબોલ રમનાર ગેરેથ બેલ અને પૂર્વ ટેનિસ સ્ટાર કાર્લોસ મોયાએ પણ લગ્ન કર્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More