ભરત ચુડાસમા/ભરૂચ :ઈન્ડસ્ટ્રીયલ ઝોન દહેજની મેઘમણી કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જેને પગલે 4થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગ્યા હતા.
દહેજની મેઘમણી ઓર્ગેનીક લિમિટેડ-3માં અચાનક વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. મેઘમણી કંપનીના એગ્રો ડિવિઝનમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ધુમાડો ઊંચે આકાશમાં ઉડતો જોઈ આસપાસના ગામના લોકો પણ ગભરાઈ ગયા હતા. વહેલી સવારે ભારે અફરાતફરી મચી હતી.
આ આગમાં 4 લોકો દાઝ્યા હતા. જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનુ કહેવાઈ રહ્યું છે. ઈજાગ્રસ્તોને ભરૂચની હિલિંગ ટચ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે