નવી દિલ્હી/નવાદા: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહ ટિકિટ વહેંચણીમાં પાર્ટી દ્વારા સંસદીય ક્ષેત્ર બદલવાથી ઘણા નારાજ છે. નવાદાથી બેગુસરાય શિફ્ટ કરવા પર નારાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો ગુસ્સો ઓછો થતો જોવા મળી રહ્યો નથી. ટિકિટની જાહેરાતના થોડા દિવસ પછી પોતાની ચુપ્પીને તોડતા તેમણે આ વાતને તેમના સ્વાભિમાન સાથે જોડી દીધી છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ભાજપનું નવું લિસ્ટ જાહેર, આ ઉમેદવારોને મળી ટિકિટ
ગિરિરાજ સિંહે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમની નારાજગી પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી છે ના કે કેન્દ્રીય નેતૃત્વથી. તેઓ જાણવા માગ છે કે તેમને કયા કારણોથી નવાદાથી બેગુસરાય શિફ્ટ કરવામાં આવ્યા છે.
ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં ગિરિરાજ સિંહએ કહ્યું કે, પ્રદેશ નેતૃત્વ મને માત્ર એટલું જણાવે કે મારી બેઠક કેમ બદલવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે કેન્દ્રીય નેતૃત્વને સાચી વાત જણાવવામાં આવી નથી. તેમણે કહ્યું કે, મને દુ:ખ છે કે જ્યારે બિહારના મંત્રી અથવા સાંસદની બેઠક બદલાઇ નથી તો મારી સાથે આવું કેમ કરવામાં આવ્યું.
Giriraj Singh, BJP: My self respect is hurt that no other MP's seat was changed in Bihar. It was decided without talking to me. State BJP leadership should tell me why was it done. I've nothing against Begusarai but I can't compromise with my self respect. #LokSabhaElection2019 pic.twitter.com/g7ld6k3myF
— ANI (@ANI) March 25, 2019
ગિરિરાજ સિંહએ પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય પર નિશાન સાધ્યું અને સીધો સવાલ કર્યો છે કે, બેઠક બદલવાનું કારણ તેમને જણાવવામાં આવે. ગિરિરાજ સિંહએ આ વાત પર પણ નારાજગી દર્શાવી છે કે નિત્યાનંદ રાયને તેમની બેઠક બદલવાને લઇને કોઇ જાણકારી તેમને આપી ન હતી. જ્યારે તેમને પૂછ્યું હતું કે શું તેઓ બેગુસરાયથી ચૂંટણી લડશે, તો તેમણે કહ્યું કે તેઓ તેમના સ્વાભિમાનથી સમાધાન કરી કોઇપણ કામ કરશે નહીં.
વધુમાં વાંચો: મુંબઈની પ્રખ્યાત મેડિકલ કોલેજનું વિદ્યાર્થીનીઓ પર વિચિત્ર ફરમાન, ‘આવા કપડા ન પહેરો’
ભાજપના નેતાએ ચિરાગ પાસવાનને આ વાત માટે આભાર વ્યક્ત કર્યો કે, તેમણે નવાદા બેઠકને લઇને તેમની ભાવનાઓનો આદર કર્યો, પરંતુ તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયથી ઘણા નારાજ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે