અમદાવાદ: અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા લો-ગાર્ડન વિસ્તારની પાસે વી-માર્ટમાં આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આગ લાગી હોવાના સમાચાર મળતાં જ 4 ફાયર ફાઇટર ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગયા છે. આગ લાગતાં લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર એસીમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ લાગતાં હવામાં ધૂમાડાના ગોટેગોટા સર્જાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે