Home> Gujarat
Advertisement
Prev
Next

બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન! ગુજરાતમાંથી 17,50,074 રૂપિયાની કિંમતનું 4037 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

ડીસા ખાતે ઘી ના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, ડીસા, પાલનપુર ખાતેથી તંત્ર દ્વારા કરવામાં આવેલ દરોડામાં સ્થળ પરથી કૂલ ૧૧ (અગિયાર) નમૂના લેવામાં આવ્યા. બાકીનો આશરે ૪૦૦૦ કિગ્રાથી વધુનો જથ્થો કે જેની કિંમત રૂ. ૧૭.૫૦ લાખ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરવામાં આવ્યો.

બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન! ગુજરાતમાંથી 17,50,074 રૂપિયાની કિંમતનું 4037 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

ઝી બ્યુરો/બનાસકાંઠા: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

fallbacks

36 લાખ રુદ્રાક્ષોથી બનાવ્યું 16 ફૂટ ઉંચું શિવલિંગ, સતત 4 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ...

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા તારીખ ૦૮/૦૫/ ૨૦૨૪ના રોજ મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, પ્લોટ નંબર-૫૧, જી.આઇ.ડી.સી., ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં સ્થળ પર ફુડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડસ (લાયસન્‍સીંગ એન્‍ડ રજિસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન, ૨૦૧૧ની જોગવાઇઓનું ભંગ થતા જોવા મળેલ જે બદલ તંત્ર દ્વારા પેઢીને કલમ -૩૨ હેઠળ ઇમ્પ્રુવમેન્‍ટ નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં તેની પુર્તતા ન કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ (લાઈસન્સ નંબર-૧૦૭૧૮૦૦૫૦૦૦૮૬૬) તારીખ ૦૪/૧૦/૨૦૨૪ના રોજ રદ્દ કરવામાં આવેલ હતું.  

નાગા સંન્યાસીઓની પ્રિય ભાંગનું શું છે વિશેષ મહત્વ? 100 ટકા આ જગતના સંસારીઓ નથી જાણતા

તારીખ: ૨૫/૦૨/૨૦૨૫ના રોજ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધુ હોવા છતાં ઘી નું ઉત્પાદન કરતી માલૂમ પડેલ. આથી, પેઢીના તપાસ કરતા અને પેઢીના જવાબદાર સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની પૂછપરછ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળ ની શંકા જતા તંત્ર કાયદા હેઠળ ની કાર્યવાહી કરતા સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની હાજરીમાં ઘીની અલગ -અલગ  બ્રાંડ અને વજનના કુલ ૧૧ (અગિયાર) નમુના લેવામાં આવ્યા હતા.

1.71 લાખના પગારદાર મંત્રીઓને મોંઘવારી નડી! હોટેલ્સમા રહેવા-જમવા માટે ભથ્થાની જાહેરાત

ઉક્ત ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો, જે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે, જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૧૭.૫૦ લાખ અને વજન આશરે ૪૦૦૦ કિગ્રા થવા જાય છે. લીધેલ તમામ ૧૧ (અગિયાર) નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

રાજકોટમાં ઓનલાઈન એપ Zepto ભરાયું; મહાશિવરાત્રીના દિવસે નોનવેજ વેચવું ભારે પડ્યું!

આ ઉપરાંત ઉક્ત વેપારી પર ખાદ્યતેલમાં ભેળસેળ માટેના એડજ્યુડીકેશન કેસમાં રુ. ૧.૨૫ લાખનો દંડ અને મરચામાં કલરના ભેળસેળના ક્રિમીનલ કેસમાં રૂ. ૨૫,૦૦૦ નો દંડ અને કોર્ટ ઉઠતા સુધી ની સજા અગાઉ પણ થઇ ચૂકેલ છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More