Home> World
Advertisement
Prev
Next

લગ્ન કરો બાકી નોકરી જતી રહેશે, કંપનીએ કુંવારા કર્મચારીઓને આપ્યું અલ્ટીમેટમ

ચીનમાં એક કંપનીએ કર્મચારીઓ માટે એવો આદેશ જાહેર કર્યો છે જેને જાણ્યા બાદ તમે ચોંકી જશો. કંપનીએ પોતાના સિંગલ કર્મચારીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે તે લગ્ન કરે બાકી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.

લગ્ન કરો બાકી નોકરી જતી રહેશે, કંપનીએ કુંવારા કર્મચારીઓને આપ્યું અલ્ટીમેટમ

Chinese Company Ultimatum To Single Employees: લગ્ન કરવા, ઘર વસાવવું, કોઈને સાથે રહેવું કે પછી પોતાની રીતે જીવન જીવવું... આ બધી વસ્તુને લઈને દરેક વ્યક્તિની પોત-પોતાની સમજ અને પસંદ હોય છે. પરંતુ હવે આ વસ્તુ પર કોઈની નજર હોય તો શું કહી શકાય છે. તમે વિચારી રહ્યાં હશો કે અમે આવી વાત કેમ કરી રહ્યાં છીએ પરંતુ તેની પાછળનું કારણ છે ચીન. હકીકતમાં ચીનમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે વિચિત્ર ફરમાન જાહેર કર્યું છે, જેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે.

fallbacks

કંપનીએ આપ્યું અલ્ટીમેટમ
ચીનના શેનડોંગ પ્રાંતમાં સ્થિત કંપની શેનડોંગ શુન્ટિયન કેમિકલ ગ્રુપ કંપની લિમિટેડે તેના કર્મચારીઓને એક વિચિત્ર ચેતવણી આપી છે. કંપનીએ તમામ કુંવારા અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓને સપ્ટેમ્બર 2025 સુધીમાં લગ્ન કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો તે આવું નહીં કરે તો તેણે નોકરી ગુમાવવી પડશે.

'લગ્ન નહીં, નોકરી નહીં'
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, કંપનીએ નોટિસમાં કહ્યું હતું કે, "છૂટાછેડા લીધેલા લોકો સહિત 28 વર્ષથી 58 વર્ષની વયના તમામ અપરિણીત કર્મચારીઓએ આ વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીમાં લગ્ન કરીને સ્થાયી થવું પડશે." જો તેઓ આમ નહીં કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ નશામાં ધૂત વરરાજાએ દુલ્હનની જગ્યાએ તેની મિત્રને પહેરાવી દીધી વરમાળા, જાણો મામલો

આ છે કંપનીનો તર્ક
કંપનીના આ નિર્ણયની ટીકા થઈ ત્યારબાદ તેને પરત લેવામાં આવ્યો છે. કંપનીએ આશ્વાસન આપવું પડ્યું કે કોઈ કર્મચારીને તેની લગ્નની સ્થિતિના આધાર પર કાઢી મુકવામાં આવશે નહીં. પરંતુ, કંપનીએ પરંપરાગત ચાઈનીઝ મૂલ્યો જેમ કે કૌટુંબિક મૂલ્યોને પ્રોત્સાહન આપતા તેની નીતિનો પણ બચાવ કર્યો છે. કંપનીએ તેના ખુલાસામાં કહ્યું કે 'લગ્ન દરમાં સુધારો કરવાની સરકારની માંગનો જવાબ ન આપવો એ વિશ્વાસઘાતી છે. માતા-પિતાની વાત ન સાંભળવી એ પુત્રની ફરજ નથી. સિંગલ રહેવું એ બિલકુલ સારી વાત નથી.

કાયદાનો ભંગ
કાયદાકીય જાણકારોએ પણ કંપનીના નિર્ણયને ખોટો ઠેરવ્યો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર એક સરકારી અધિકારીએ તે વાતની પુષ્ટિ કરતા કહ્યું કે કંપનીનો આદેશ ચીનના લેબર કાયદા અને લેબર કોન્ટ્રાક્ટ કાયદાનો ભંગ છે. આ નિર્ણયની ચીનમાં ખુબ આલોચના થઈ જેથી કંપનીએ પાછળ હટવું પડ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More