મહેસાણા: મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. જિલ્લા સરકારી પુરવઠાના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે શેકાસ્પદ તુવેર દાળ મળી તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
વધુમાં વાંચો: ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને ગોઠવાશે જડબેસલાક પોલીસ બંદોબસ્ત
મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લા સરકારી પુરવઠાના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં દરોડા પાડીને 692 તુવેર દાળના કોથળા સીઝ કર્યા છે. 8 લાખ 65 હજારની કિંમતની તુવેર દાળનો જથ્થો ઝડપાયો છે. જે શેકાસ્પદ તુવેર દાળ મળી તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે