Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને ગોઠવાશે જડબેસલાક પોલીસ બંદોબસ્ત

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. VVIP મહાનુભાવોની સુરક્ષા માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તમામ VVIP મહેમાનો એરપોર્ટ ઉતરશે ત્યાંથી મહાત્મા મંદિર સુધી તેમની મૂવમેન્ટ પર સીસીટીવી કેમેરાથી નજર રહેશે.

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને ગોઠવાશે જડબેસલાક પોલીસ બંદોબસ્ત

ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે પોલીસ તંત્ર દ્વારા આવનારા મહેમાનોની સુરક્ષાની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. VVIP મહેમાનો માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાતની સુરક્ષા સંદર્ભે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે બ્રિફિંગ યોજાયું હતું.

fallbacks

વધુમાં વાંચો: બોટાદ: 250 વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં એક જ શિક્ષક, વાલીઓએ કરી તાળાબંધી

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. VVIP મહાનુભાવોની સુરક્ષા માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તમામ VVIP મહેમાનો એરપોર્ટ ઉતરશે ત્યાંથી મહાત્મા મંદિર સુધી તેમની મૂવમેન્ટ પર સીસીટીવી કેમેરાથી નજર રહેશે. જે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની ઓફિસથી કરાશે.

વધુમાં વાંચો: ધોરાજીની ભાદર નદીના પુલનો ભાગ ધરાશાહી, એકનું મોત અને 2 ને ઇજા

મહાત્મા મંદિર અને તેની આસપાસ ડ્રોન કેમેરા દ્વારા ટ્રેકિંગ કરવામાં આવશે. મહેમાનોની સુરક્ષા માટે 1 ડીઆઈજી, 4 એડિશનલ આઈજી અને 21 એસપી સહિત 4 હજાર પોલીસ જવાનો તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક, મહાત્મા મંદિર, એક્ઝિબિશન સ્થળોએ અલગ અલગ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે.

વધુમાં વાંચો: કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની હિલચાલ?

આ સાથે જ મહાત્મા મંદિર ખાતે ફરજ બજાવનાર ઉપરી અધિકારીઓ માટે વિશેષ ડ્રેસકોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. અધિકારીઓ માટે સૂટ અને કોટી એવો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. તો અગાઉ ગાંધીનગર અને અમદાવાદ ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપીને ગાંધીનગર બોલાવવવામાં આવશે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More