Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી; ગુજરાતમાં આગામી 24 કલાક છે ખુબ જ ભારે!

Gujarat Monsoon Prediction: ગુજરાતમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં માવઠું પડશે.

ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી; ગુજરાતમાં આગામી 24 કલાક છે ખુબ જ ભારે!

Gujarat Weather Update: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સતત ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. તો બીજી તરફ આજે વહેલી સવારથી જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. 

fallbacks

અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ચિંતા! જાણો આ વર્ષનું ચોમાસું કેટલા આની રહેશે?

સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. એટલું જ નહીં ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાતથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

જો દીવ જવાનું પ્લાનિંગ કરતા હોય તો હવે છે નકામું! તમામ બીચ આગામી 3 મહિના માટે બંધ

ગુજરાતમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં માવઠું પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે આજે ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી કરાઈ છે. સાથે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. 

સુરતમાં પરિવારજનોનું હૈયાફાટ રૂદન; 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ જિંદગીને અલવિદા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે  છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 

જાણો દુનિયાના સૌથી સુંદર તળાવો વિશે, નજારો જોઈને તમારુ પણ જવાનું મન થઈ જશે

મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More