Home> Spiritual
Advertisement
Prev
Next

કિન્નરો પાસેથી મળી જાય આ એક વસ્તુ તો સોનાની જેમ ચમકી ઉઠે છે ભાગ્ય

આપણા ઘરમાં ક્યારેય શુભ પ્રસંગ હોય તો કિન્નરો આશીર્વાદ આપવા માટે આવતા હોય છે. ત્યારે લોકો તેને ભેટમાં પૈસાથી લઈને અન્ય વસ્તુ આપતા હોય છે. પરંતુ જો લોકોને કિન્નરો પાસેથી આ એક વસ્તુ ભેટમાં મળે તો તેનું ભાગ્ય ચમકી જાય છે. 
 

કિન્નરો પાસેથી મળી જાય આ એક વસ્તુ તો સોનાની જેમ ચમકી ઉઠે છે ભાગ્ય

નવી દિલ્હીઃ ઘરમાં શુભ અને માંગલિક કાર્ય જેમ કે લગ્ન, તહેવાર કે બાળકનો જન્મ થવા પર કિન્નર શુભેચ્છા આપવા આવે છે અને પોતાના આશીર્વાદ આપીને જાય છે. કહેવામાં આવે છે કે તેમની દુવાઓમાં મોટી અસર હોય છે. તેના બદલામાં લોકો તેમને મિઠાઈ, કપડા, પૈસા જેવી વસ્તુ ખુશી-ખુશી ભેટ આપે છે. 

fallbacks

તમે હંમેશા કિન્નરોને આ ભેટ લેતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે તેની પાસેથી મળેલી એક ખાસ વસ્તુ ભાગ્ય ચમકાવી દે છે. ખુબ ઓછું જોવામાં આવે છે કે કિન્નર પોતાના તરફથી કોઈ પૈસા કે સિક્કો ભેટમાં આપે. એવી માન્યતા છે કે જો કોઈ કિન્નર કોઈને હથેળી પર એક રૂપિયાનો સિક્કો રાખી દે તો તે વ્યક્તિનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઉઠે છે. 

આ પણ વાંચોઃ જૂનમાં 6 રાશિઓને મળશે પૈસા, આર્થિક તંગી દૂર થશે, બેંક બેલેન્સ અને સુવિધાઓ વધશે

આ લોકોના ઘરમાં ક્યારેય ધનની તંગી રહેતી નથી. તેના પર હંમેશા મહાલક્ષ્મી અને ધન કુબેરની કૃપા બનેલી રહે છે. જ્યોતિષ પ્રમાણે કિન્નરોનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે. તેથી કિન્નરો પાસેથી બુધવારના દિવસે સિક્કો મળવો શુભ માનવામાં આવે છે. 

આ સિક્કાને તમે કોઈ પર્સ, તિજોરી કે ધનના સ્થાન પર સંભાળીને રાખી શકો છો. તમારા ઘરમાં ક્યારેય આર્થિક સંકટ આવશે નહીં. એટલે કે જો કોઈ કિન્નર એક રૂપિયાનો સિક્કો આપે તો તેને આશીર્વાદ સમજીને આજીવન સાથે રાખવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More