Home> Gujarat
Advertisement
Prev
Next

મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ

પોલીસે (Police) ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી.

મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ

નવનીત દલવાડી, ભાવનગર: શહેરના હિમાલયા મોલ (Himalaya Mall) પાસેથી પસાર થયેલી એક તકની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવતા ચોખાનું ભૂંસુ ભરેલા માલની આડમાં રૂપિયા 11.90 લાખની કિંમતના વિદેશી દારૂ (Foreign liquor) ની 11904 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂના જથ્થા સાથે રાજસ્થાન (Rajasthan) ના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. તે અંગે તપાસ શરૂ કરી હતી.

fallbacks

નિલમબાગ પોલીસને બાતમી મળી હતી
ભાવનગર (Bhavnagar) ના એએસપી સફિન હસન (Safin Hasan) ને ભાવનગરમાં વિદેશી દારૂ (liquor) ઘુસાડવાની અંગેની વાત મળી હતી. જેને લઇ શહેરના મુખ્ય રસ્તા ઉપર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થતાં એક ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ (Foreign liquor) મળી આવ્યો હતો.

ફોઈના બેસણામાં આવેલા અંકલેશ્વરના પરિવારને નડ્યો અકસ્માત, 2 બાળકો સહિત 3ના મોત

ચોખાના ભૂંસાની આડમાં લવાયો દારૂ
નિલમબાગ (Nilambag) પોલીસે શહેરના હિમાલયા મોલ (Himalaya Mall) નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટ્રક ઉપર શંકા જતા તેને ઊભો રાખી તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાં ભરેલા ચોખાના ભૂંસાની આડમાં સંતાડીને લવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.

11.90 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસે (Police) ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને ટ્રક સહિત રાજસ્થાનના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

આજથી અંબાજીમાં શરૂ થશે સદાવ્રત, દર વર્ષે 20 લાખ શ્રદ્ધાળુઓ કરે છે ભોજન પ્રસાદ ગ્રહણ

વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની ઝડપાયા
એ.એસ.પી સફિન હસનને બાતમી મળતા નિલમબાગ પોલીસે હિમાલિયા મોલ નજીક વોચ ગોઠવી હતી. જેમાં ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષારામ જાટ અને સતવિર હરકુંવરસિંહ જાટ નામના બે શખ્સોને દારૂ ભરેલ ટ્રક, મોબાઈલ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂપિયા 39,75,204 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો સહિતની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More