Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાથી થતા મોતનો આંકડો વળી પાછો વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ 

દેશમાં આમ તો કોરોનાની બીજી લહેર કાબૂમાં જોવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્યુમાં પાછો વધારો થયો છે.

Corona Update: કોરોનાથી થતા મોતનો આંકડો વળી પાછો વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ 

નવી દિલ્હી: દેશમાં આમ તો કોરોના (Coronavirus) ની બીજી લહેર કાબૂમાં જોવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્યુમાં પાછો વધારો થયો છે. આજે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 70 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 3921 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઈ કાલે એક દિવસમાં 80 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3303 લોકોના મોત થયા હતા. 

fallbacks

મૃત્યુઆંકમાં પાછો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 70,421 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,95,10,410 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,73,158 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,19,501 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 2,81,62,947  થયો છે. જો કે કોરોનાથી થતા મોતનો આંકડો ફરી એકવાર વધ્યો છે જે ચિંતાજનક છે. 24 કલાકમાં 3921 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3,74,305 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25,48,49,301 લોકોનું રસીકરણ કરાયું છે. 

એક દિવસમાં 14 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે 14,92,152 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટિંગનો આંકડો 37,96,24,626 પર પહોંચી ગયો છે. 

Ram Janmbhoomi Trust માં ભ્રષ્ટાચાર? ચંપત રાયે કહ્યું- જૂઠ અને રાજનીતિથી પ્રેરિત છે આરોપ

ગુજરાતમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ
ગઈ કાલે રાજ્ય આરોગ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં નવા 455 કોરોના કેસ નોંધાયા. જ્યારે 1063 દર્દીઓ રિકવર થયા. કોરોનાથી એક દિવસમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 8,20,321 થયો છે. જ્યારે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 8 લાખ ઉપર પહોંચી ગઈ છે. 9997 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ રાજ્યમાં 10,249 એક્ટિવ કેસ છે. 

દેશમાં પ્રથમવાર આ શહેરમાં શરૂ થશે ડોર ટૂ ડોર વેક્સિનેશન ડ્રાઇવ, જાણો વિગત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More