Amul Federation Election : આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની યોજાયેલી ચૂંટણીમાં મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરીને GCMMFના ચેરમેનની તો રાજકોટના ગોરધન ધામેલિયાને વાઈસ ચેરમેન તરીકેની જવાબદારી મળી. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં રાજ્યના 18 દૂધસંઘો જોડાયેલા છે પરંતું માત્ર 4 ડેરીઓનો દબદબો છે. આવું કેમ છે તે વિશે જાણીએ.
રાજ્યમાં દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. આ જ કારણ છે કે, આજે દૂધસાગર ડેરીના અશોક ચૌધરી પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
GCMMFમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગિસ કુરિયન બાદ બનાસ ડેરીના ચેરમેન પરથી ભટોળ ફેડરેશનના ચેરમેન બન્યા હતા. GCMMFમાં દૂધના જથ્થાની દ્રષ્ટિએ કુલ ટર્નઓવરમાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરીઓ બનાસ, સાબર અને દૂધસાગર ડેરીનો હિસ્સો 55 ટકા ગણાય છે. જ્યારે બાકીના 45 ટકામાં રાજ્યની 15 ડેરીઓ આવે છે. તેથી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ત્રણેય ડેરીઓનું વધું મહત્વ રહેતું હોય છે. જો કે, ભાજપ સત્તામાં આવતા તેમણે સિસ્ટમ બદલી અને મેન્ડેટની પ્રથા ચાલુ કરી છે. તેથી હાઈ કમાન્ડથી મેન્ડેટ આવતો હોવાથી પાર્ટી કોને સુકાની બનાવે તે કળવું મુશ્કેલ છે.
ભણવા આવેલી આફ્રિકન યુવતી ગુજરાતમાં બની કુંવારી માતા, બાળકીના પિતાનું નામ ન લખાવ્યું
અમૂલના ચરમેન હવે સરકાર અને સંગઠન જ નક્કી કરે
અમૂલ સહિતની 18 ડેરીના પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી સંસ્થા GCMMFનું આજે 80 હજાર કરોડની આસપાસ ટર્નઓવર છે. આ સંસ્થા ગુજરાતના પશુપાલકોનું પ્રતિનિધિત્વ કરે છે. ગત વર્ષ 2023 ની ચૂંટણીમાં પણ જૂથવાદ અને રસાકસી બની રહે છે અને જૂના જોગીઓએ લોંબિંગ શરૂ કરું કર્યું હતું. આખરે પ્રદેશમાંથી મેન્ડેટ આવતાં જૂના જોગીઓ જ રીપિટ થયા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી હાલમાં વિધાનસભાના અધ્યક્ષ જેવી મોભાદાર જગ્યા સંભાળતા હોવાથી તેઓ આ ચૂંટણીમાં પણ સીધા બાકાત હતા પણ એમનો સીધો ટેકો અશોક ચૌધરીને હોવાથી દૂધસાગર ડેરીના ચેરમેનને ફેડરેશનનું પદ મળ્યું છે. અમૂલના ચરમેન હવે સરકાર અને ભાજપ સંગઠન જ નક્કી કરતું હોવાથી હવે પહેલાં જેવી રસાકસી રહેતી નથી. આજે પણ જગદીશ પંચાલ, સીએમ અને સંગઠન મંત્રી રત્નાકર વચ્ચે બેઠકો યોજાયા બાદ જ નામ ફાઈનલ થયું હતું.
અમૂલની ચૂંટણીની વાત કરીએ તો રાજ્યમાં 18 દૂધ સંઘોમાં સૌથી વધારે પ્રભુત્વ ઉત્તર ગુજરાતનું રહે છે. મહેસાણાની દૂધસાગર, બનાસકાંઠાની બનાસ અને સાબરકાંઠાની સાબર ડેરીના ચેરમેન જ અમૂલ ફેડરેશનના ચેરમેન બનતા આવ્યા છે. અશોક ચૌધરી પહેલા સાબર ડેરીના ચેરમેન શામળભાઈ ફેડરેશનના ચેરમેન હતા. મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના છે. અશોક ચૌધરીએ દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરી જૂથને હરાવીને ચેરમેન પદ મેળવ્યું છે. અમૂલમાં મતોની ટકાવારી જોઈએ તો સૌથી વધારે મત મહેસાણા પાસે છે. ત્યારબાદ બનાસ અને સાબર પાસે છે.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે GCMMFએ ભારતનું ફૂડ પ્રોડક્ટ અને માર્કેટિંગમાં દેશનું સૌથી મોટું ઓર્ગેનાઈઝેશન છે. જે દરરોજ 263 લાખ લીટર દૂધનું એકત્રિકરણ કરે છે. દૂધ સંધ એ ગુજરાતના 18,600 ગામડાઓમાં સહકારી મંડળી ધરાવવાની સાથે 33 જિલ્લાઓમાં 18 દૂધ સંઘો ધરાવે છે. ફેડરેશન સાથે ગુજરાતના 37 લાખ પશુપાલકોનું ભાવિ જોડાયેલું છે.
અમદાવાદના મિની બાંગ્લાદેશને એકઝટકે સાફ કરનાર જીએસ મલિક નવા મોરચે એક્શન મોડમાં આવ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે