IND vs ENG : ભારત સામે ચાલી રહેલી રોમાંચક ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે એક અનુભવી દિગ્ગજને ટીમમાં સામેલ કર્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂ થશે. યજમાન ઈંગ્લેન્ડની ટીમ હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે. ઈંગ્લેન્ડ પાસે ચોથી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીને પોતાના નામે કરવાની સુવર્ણ તક છે, જ્યારે ભારત આ મેચ જીતીને શ્રેણી જીતવાની આશા જીવંત રાખવાની કોશિશ કરશે. મેચ પહેલા ઈંગ્લેન્ડે ગિલ્બર્ટ એનોકાનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે.
ગિલ્બર્ટ એનોકા કોણ છે ?
ત્રણ મેચ પછી ઈંગ્લેન્ડ 2-1થી આગળ છે, પરંતુ તેઓ સારી રીતે જાણે છે કે ભારત વધુ સારું રમ્યું છે. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન મેદાન પર થયેલી અથડામણ બાદ કોચ બ્રેન્ડન મેક્કુલમ અને કેપ્ટન બેન સ્ટોક્સે ન્યુઝીલેન્ડના મેન્ટલ સ્કિલ કોચ ગિલ્બર્ટ એનોકાને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પોતાની મેન્ટલ સ્કિલ વધારવા માટે ગિલ્બર્ટ એનોકાને ટીમમાં સામેલ કર્યા છે. તેમણે અગાઉ પણ ઇંગ્લેન્ડ ટીમ સાથે કામ કર્યું છે.
હરમનપ્રીત કૌરથી લઈને સ્મૃતિ મંધાના સુધી...આ છે ભારતની ટોપ-5 સૌથી અમીર મહિલા ક્રિકેટર
ઇંગ્લેન્ડે અચાનક ટીમમાં કેમ સામેલ કર્યા ?
ગિલ્બર્ટ એનોકા એક ખૂબ જ આદરણીય અને અનુભવી મેન્ટલ સ્કિલ કોચ છે, જે ન્યુઝીલેન્ડની ફેમસ રગ્બી ટીમ ઓલ બ્લેક્સ સાથેના તેમના કામ માટે જાણીતા છે. તેમણે ઓલ બ્લેક્સને 2011 અને 2015માં સતત બે રગ્બી વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી. ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમના મિત્ર હોવાને કારણે એનોકાને એક મહત્વપૂર્ણ તબક્કે ટીમમાં બોલાવવામાં આવ્યા છે, કારણ કે તેમને ભારત સામેની શ્રેણી પછી એશિઝ શ્રેણી રમવાની છે. ખેલાડીઓએ આ બંને શ્રેણીમાં માનસિક રીતે મજબૂત રહેવાની જરૂર છે.
તે ત્રણ દિવસ માટે ઇંગ્લેન્ડ ટીમ સાથે રહેશે અને ખેલાડીઓને માનસિક રીતે તૈયાર કરવામાં મદદ કરશે જેથી તેઓ દબાણ હેઠળ વધુ સારું પ્રદર્શન કરી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે