મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન નાં હેરીટેજ વિભાગે હવેથી હેરીટેજ મકાનોનાં નીશુલ્ક નકશો બનાવી આપવાની કામગીરી હાથ ધરી છે. સાથેજ હેરીટેજ મકાનો ખાસ હોવાથી તેઓના પ્રોપ્રર્ટી બીલ અલગ કલરમાં આપવામાં આવી રહ્યા છે. જોકે આ કરવા પાછળનું કારણ અંગે હેરીટેજ વિભાગનું માનવું છે કે, નકશા બનાવાથી રીસ્ટેરેશન માટે કેટલો ટી.ડી.આર મળશે તેનો અંદાજ આવી શકશે અને અનઅધિકૃત રીતે બાંધકામમાં ફેરફાર કરેલો હોય તો તે અંગેની માહિતી કોર્પોરેશનને મળી રહેશે.
અત્યાર સુધીમાં 50 મકાનોના નકશા તૈયાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરીટેજ મકાનોનો નીશુલ્ક નકશો તૈયાર કરી આપવામા આવી રહ્યો છે. હેરીટેજ મકાનોની જાળવણી થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યા છે. જેમા હેરીટેજ મકાનધારકોને મકાનનો હયાત નકશો તૈયાર કરી આપવામા આવે છે. ચાર-પાંચ મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી શરુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમા 50 મકાનોના નકશા તૈયાર કરવામા આવ્યા છે.
કર્મચારીઓ મકાનધારકના ધરે જઇ નકશો તૈયાર કરશે
કોર્પોરેશનના કર્મચારીઓ મકાનધારકના ધરે જઇ નકશો તૈયાર કરે છે. મકાનનો નકશા તૈયાર હોય તો રીસ્ટોરેશનની કામગીરી કરવી હોય તો સરળતા રહે છે. આ સાથે રીસ્ટેરેશન માટે કેટલો ટી.ડી.આર મળશે તેનો અંદાજ આવી શકે છે. આમ કરવાનો હેતુ એ છે કે, આવા મકાનો વર્ષો જુના હોવાથી તેઓનો નકશો હોતો નથી. આથી રીસ્ટોરેશન માટે ફાઇલ મુકતી વખતે તે બનાવવો પડે છે. આ નકશો બનાવતા 15થી20 દિવસ થાય છે. જો તે તૈયાર હોય તો રીસ્ટોરેશનની પ્રોસીઝર ઝડપી થાય છે. વળી મકાનધારક અનઅધિકૃત રીતે તેમા ફેરફાર કરે તો તેનો ખ્યાલ આવી શકે છે.
હેરીટેજ મકાનના ટેક્ષ બીલ પણ આવશે અલગ કલરમાં
આ સાથે હેરીટેજ મકાનો ખાસ હોવાથી તેઓના પ્રોપ્રર્ટી ટેક્ષ બીલ અલગ કલરમા આપવામા આવી રહ્યા છે. ક્રીમ કલરમાં આપવામાં આવતા આ બીલમા સુચના લખવામાં આવી છે કે, તમારુ મકાન હેરીટેજ છે તેમા અન અધિકૃત ફેરફાર કરવો નહી. કોર્પોરેશન દ્વારા આવા 5500 જેટલા બીલની વહેચણી કરવામાં આવી છે. હેરીટેજ મકાનોની વાત કરવામા આવે તો શહેરમા 2236 મકાન છે જેમા ગ્રેડ-2એ-95 ગ્રેડ2બી-547 અને ગ્રેડ થ્રીના 1594 મકાનો છે.
હેરીટેજની વાતો કરતુ કોર્પોરેશન હેરીટેજ માટે આ પ્રકારની કામગીરી કરી રહ્યું છે. પરંતુ કેટલાય હેરીટેજ મકાનો એવા છે જેમા મંજુરી વગર રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. કેટલાકમાં તો હેતુ ફેર કરવામાં આવ્યો ત્યાં સુધી કોર્પોરેશન વર્ષો સુધી ઉંધતુ રહ્યુ અને થોડા સમય પહેલા કુંભકર્ણી નીંદ્રામાથી જાગીને આાવા મકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે