Home> India
Advertisement
Prev
Next

VIDEO : ભારતીય સેનાએ આતંકવાદીઓને આપી 'ચા', પુછ્યું- 'કેવી લાગી', તો મળ્યો આ જવાબ

સેનાએ એક પત્રકાર પરિષદમાં ધરપકડ કરેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો. આ વીડિયોમાં આતંકવાદીઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે 
 

VIDEO : ભારતીય સેનાએ આતંકવાદીઓને આપી 'ચા', પુછ્યું- 'કેવી લાગી', તો મળ્યો આ જવાબ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરાયા પછી પાકિસ્તાન સતત ભારત સામે આતંકવાદી કાવતરું ઘડવાની ફિરાકમાં છે. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત ભારતીય સુરક્ષા દળોની જાગૃતિના કારણે પાકિસ્તાન પોતાના ઈરાદા પાર પડી શક્તું નથી. ભારતીય સેનાએ આજે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી સતત ઘુસણખોરીનો પ્રયાસ થઈ રહ્યો છે. 

fallbacks

ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી દરરોજ ઘુસણખોરીના પ્રયાસ થઈ રહ્યા છે. અમે લશ્કર સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. પત્રકાર પરિષદમાં સેનાએ આતંકવાદીઓની કબુલાતનો વીડિયો પણ બતાવ્યો છે, જેમાં આતંકવાદી ઓ હુમલા અંગે વાત કરી રહ્યા છે. સેનાએ જણાવ્યું કે, પીઓકેમાં પાકિસ્તાનના તમામ લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે.

 પાકિસ્તાનની 1971થી પણ વધુ ખરાબ હાલત કરીશું, તેમની પેઢીઓ યાદ રાખશેઃ ભારતીય સેના 

સેનાની નોર્ધન કમાન્ડના મુખ્ય લેપ્ટનન્ટ જનરલ કે.જે.એસ.ઢિલ્લોં અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી મુનીર ખાને શ્રીનગરમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "પાકિસ્તાન કાશ્મીર ઘાટીમાં શાંતિમાં વિઘ્ન પાડવા માટે આતંકવાદીઓની ઘુસણખોરીની ફિરાકમાં છે. 21 ઓગસ્ટના રોજ અમે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદી પકડી લીધા છે."

પાકિસ્તાને પકડેલા આતંકવાદીઓમાંથી એકનું નામ મોહમ્મદ નજીમ અને બીજાનું નામ ખલીલ અહેમદ છે. એક રાવલપિંડીનો રહેવાસી છે અને બીજો આતંકવાદી પંજાબ પ્રાંતનો છે. બંને આતંકવાદીઓએ કબુલ કર્યું કે, અમે હુમલાની ફિરાકમાં હતા. 

સેનાએ જણાવ્યું કે, પકડાયેલા બંને આતંકવાદીઓની પુછપરછ દરમિયાન સૌ પ્રથમ તેમને ચા પીવડાવી હતી અને પછી તેમને પુછ્યું કે 'ચા કેવી લાગી?'. આતંકવાદીઓએ જવાબ આપ્યો હતો કે, "ચા ઘણી જ સારી છે." ભારતીય સેનાનું આ માનવીય વલણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More