Gandhinagar News : ગાંધીનગર પાસે અડાલજ નર્મદા કેનાલમાં ઝવેરા પધરાવા ગયેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સર્જન ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટનો પગ લપસી જતા ડૂબ્યા હતા. પુત્રીની નજર સામે પિતાનું મોત નિપજ્યું. ત્યારે રડતી દીકરીનો વીડિયો વાયરલ થયો છે.
ડો.નીરવ બ્રહ્મભટ્ટ દીકરી સાથે ઝવેરા ડુબાડવા ગયા હતા
ગાંધીનગરના અડાલજમાં એક એવી દર્દનાક ઘટના બની, જેને સાંભળીને સૌકોઈની આંખોમાં પાણી આવી જાય. હાલ ગૌરી વ્રત ચાલી રહ્યું છે, ત્યારે ઝવેરા પધરાવવા ગયેલા પિતાનું પોતાની દિકરીની આંખો સામે જ મોત થઈ ગયું. પોતાની નાનકડી દિકરી સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સર્જન નીરવ બ્રહ્મભટ્ટ ઝવેરા પધરાવવા અડાલજ કેનાલ ગયા હતા. દિકરીએ ગૌરી વ્રત કર્યું હતું, એટલે ઝવેરા પધરાવવા માટે ડૉ.નીરવ પોતાની વહાલસોયી દિકરીને સાથે લઈને ગયા હતા. પરંતુ આ દરમિયાન અચાનક પગ લપસી જતા ડૉ. નીરવ કેનાલના પાણીમાં ડૂબી ગયા.
દીકરીને રડતી જોઈ લોકો દોડી આવ્યા
પોતાની દિકરીની નજર સામે જ પિતા નીરવ બ્રહ્મભટ્ટ કેનાલમાં ગરકાવ થઈ ગયા. જે બાદ આ દિકરી કેનાલ આગળ રુદન કરતી જોવા મળી. પિતા-પિતાના નામની બૂમો પાડીને બાળકી પોતાના પિતાને શોધતી દેખાઈ. કદાચ આ માસૂમ બાળકીને ખબર નહીં હોય કે તેના પિતા હવે ક્યારેય પરત નહીં આવે. પિતા માટે રડતી બાળકીને જોઈને સ્થાનિક રિક્ષાચાલક સહિત કેટલાક લોકો ઉભા રહ્યા હતા. તેઓ આ માસૂમ બાળકીને 'તારા પિતા આવી જશે' તેવું કહીને સમજાવતા જોવા મળ્યા.
ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો નવો ખેલ! વિસાવદરવાળી કરવાની વાતથી ભડક્યા નેતાજી
મારા પપ્પા ઝવેરા પધરાવવા ગયા હતા
વીડિયોમાં દીકરી રડતા રડતા એક રાહદારીને કહી રહી છે કે, ‘મારા પપ્પા ઝવેરા પધરાવવા ગયા હતા અને અંદર જતા રહ્યા. મારા પપ્પા... મારા પપ્પા... અંકલ તમને વાવોલ એડ્રેસ ખબર હોય તો મને મૂકી જાઓ ને ઘેર.’ ત્યારે સ્થાનિકોએ ‘પપ્પા આવી જશે....’ તેવી સાંત્વના આપી હતી. સાથે જ તેને ગભરાઈ ન જવા કહ્યું હતું.
તેમણે બાળકીને હાલ પુરતુ જુઠ્ઠુ બોલીને ઘરે પરત મોકલી દીધી. જોકે આ દર્દનાક ઘટના તંત્રની સામે સવાલ ઉભા કરે છે, જે કેનાલ પાસે લોકોની સુરક્ષા માટે કોઈ સુરક્ષા પગલા નથી ભરતી. જ્યારે કે લોકો માટે ચેતવણીરૂપ ઘટના છે, જેઓ ચોમાસાના સમયે કેનાલની એકદમ નજીક જવાનું જોખમ લે છે.
પિતાને ડૂબતા જોઈને દીકરી ચીસો પાડવા લાગી
ગાંધીનગરના વાવોલમાં અનશ્ય ગ્રીન્સ સોસાયટીમાં રહેતા ડો. નીરવ બ્રહ્મભટ્ટ પોતાની પુત્રીના ગૌરી વર્તના જવેરા નહેરમાં વિસર્જન કરી રહ્યા હતા. ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ નહેરમાં પડી ગયા. તેમણે પોતાની નાની દીકરીને નહેરથી સુરક્ષિત અંતરે ઊભી રાખી હતી. તેના પિતાને ડૂબતા જોઈને દીકરી ચીસો પાડવા લાગી અને મદદ માટે રડવા લાગી. નજીકના રિક્ષાચાલકો અને મુસાફરો મદદ માટે દોડી આવ્યા.
હરિભક્તો અને સંતોને લઈ જતી કાર કોઝવેમાં ડૂબી, શાંત ચરીત સ્વામી હજી લાપતા, 2 ના મોત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે