Home> Gujarat
Advertisement
Prev
Next

ગીરમાં મોતનો વાયરસ ફેલાયો? સિંહોના મોત બાદ વધુ એક ધારાસભ્યનો પત્ર, ગાંધીનગરથી દોડતી આવી ટીમ

Gujarat Lions Mysterious Death ; અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહબાળના મોત પર વધુ એક લેટર...હીરા સોલંકી બાદ ધારાસભ્ય જે.વી.કાકડિયાનો વન મંત્રીને પત્ર...વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ...ગંભીર વાયરસને કારણે મોત થયાનો પત્રમાં ઉલ્લેખ...
 

ગીરમાં મોતનો વાયરસ ફેલાયો? સિંહોના મોત બાદ વધુ એક ધારાસભ્યનો પત્ર, ગાંધીનગરથી દોડતી આવી ટીમ

Amreli News : અમરેલીમાં સિંહબાળના મોત પર વધુ એક ધારાસભ્યએ પત્ર લખ્યો છે. હીરા સોલંકી બાદ ધારાસભ્ય કાકડિયાએ વન મંત્રીને પત્ર લખીને છેલ્લા 2 માસમાં બાળસિંહોના મોત મામલે સવાલો ઉઠાવ્યા. ગંભીર વાયરસને કારણે મોત થયાનો પત્રમાં ઉલ્લેખ કર્યો. વન વિભાગની ગંભીરતા સામે પણ કાકડિયાના સવાલો કર્યા. તો બીજી તરફ. ધારાસભ્યનો પત્ર અને જનતાની ઉગ્રતા બાદ ગાંધીનગરથી ટીમ ઘટનાસ્થળે દોડી આવી. 

fallbacks

જેવી કાકડીયાનો લેટર બોમ્બ
જાફરાબાદ રેન્જમાં સિંહબાળ સિંહોંના મોત બાદ વનવિભાગ સામે વધુ એક ભાજપના જ ધારાસભ્ય જેવી કાકડીયાનો લેટર લખ્યો. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બાદ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા વનમંત્રી મુળુ બેરાને પત્ર લખ્યો. જેમા ધારી ગીર પૂર્વ ડીવીજન અને પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં છેલ્લા 2 માસમાં સિંહોના મૃત્યુના બનાવો વધતા સવાલો ઉઠાવ્યા. સાથે જ તાજેતરમાં સિંહબાળના મોત થયા તે કોઈ ગંભીર વાયરસના કારણે થયા હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો. તેમણે પૂછ્યું કે, વનવિભાગ પેટ્રોલિંગ કરી રહ્યું હોવા છતાં સિંહોના મોત ક્યાં કારણોસર થાય છે? ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વનવિભાગની સામે ગંભીર સવાલો ઉઠાવી બાબત ગંભીર ગણાવી. અગાઉ પણ દીપડાઓ દ્વારા હુમલાઓ કરી માનવ મૃત્યું બનાવો અંગે વનવિભાગની નિષ્કાળજી ગણાવી. 

 

 

ગાંધીનગરથી ટીમ દોડી આવી 
સિંહોના મૃત્યુ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હવે ગાંધીનગરની ટીમની સમગ્ર ઘટનામાં એન્ટ્રી થઈ છે. ગંભીરતા બાદ ગાંધીનગરના વન વિભાગ અધિકારીઓ ગીર પહોંચ્યા છે. જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા સેન્ટરમાં તપાસ શરૂ કરાઈ. ગાંધીનગર PCCF, જુનાગઢ CF સહિતના અધિકારીની તપાસ શરૂ થઈ. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં પણ તપાસ થઈ શકે છે. 

હીરપરા પરિવાર પર આભ તૂટ્યું! રક્ષાબંધન પહેલા બે બહેનોના એકના એક ભાઈ અને પિતાનું વીજ

રાજ્યમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા 
આંકડા અનુસાર, ગુજરાતના અમરેલી જિલ્લામાં સિંહોની ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધુ છે. મહત્વનું છે કે, તાજેતરમાં સિંહોના એકાએક મોતથી હડકંપ મચ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહોના મૃત્યુ અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો. ગાંધીનગર PCCF જયપાલસિંહ, જુનાગઢ CF રામરતન નાલા સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા. જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પર ટીમ પહોંચી અને તપાસ હાથ ધરી. ગઈકાલે સિંહોના એનિમિયા અને નિમોનિયાના લીધે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તો ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મૃત્યુ થયા તે અંગે પણ તપાસ કરી શકે છે.

 

 

આ કારણે થયા સિંહબાળના મોત 
જાફરાબાદ નજીક 3 સિંહબાળના મૃત્યુ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. હિમોગ્લોબિન ઘટી જવાના કારણે 3 સિંહબાળના મૃત્યુ થયા હોવાનો ખુલાસો થયો છે. આ વિશે માહિતી આપતા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.જયપાલ સિંહે જણાવ્યું કે, રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે સિંહબાળના  મૃત્યુ થયા છે. ન્યુમોનિયાની અસર થતા રોગપ્રતિકારક શક્તિ ઓછી પીવાથી મૃત્યુ થયા. હિમોગ્લોબિનની માત્ર ખૂબ ઓછી થવાના કારણે સિંહબાળને વનવિભાગ બચાવી ન શક્યો. એડિશનલ ફોરેસ્ટ કંઝરવેટિવ વાઇલ્ડ લાઇફ દ્વારા વાલસિંહના મૃત્યુ અંગે ખુલાસો થયો. પાલીતાણા રેન્જ વિસ્તારમાં સ્ટાફની ઘટ હોવાનો પણ અધિકારીએ સ્વીકાર કર્યો. 

ફ્રેન્ડશિપ ડેના એક દિવસ પહેલા બે જીગરજાન મિત્રોનો આપઘાતનો પ્રયાસ, તાપીમાં કૂદ્યા

હીરા સોલંકીએ પણ સવાલો કર્યા હતા 
જાફરાબાદ રેન્જમાં સિંહોના મોત બાદ સૌથી પહેલા ધારાસભ્ય હીરા સોલંકીએ અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતું કે, પાલીતાણા શેત્રુંજી ડિવીઝન અને ધારી ગીર પૂર્વ ડિવઝનમાં  છેલ્લા 2 માસ સિંહોના મૃત્યુનો આંકડો વધુ છે. વાયરસના કારણે મૃત્યુ થયા છે અધિકારીઓ તપાસ કરતા હોવા છતાં સિંહોની ઘટના ક્યાં કારણોસર ધ્યાનમાં નથી આવતી? વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહબાળની જે-તે સમયે તપાસણી કરવામાં આવી હોત તો મૃત્યુના બનાવો અટકાવી શક્યા હોત.  

સાથે જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પત્રમાં ગંભીર સવાલો ઉઠાવી વન મંત્રીનું ધ્યાન દોર્યું હતું. તેમણે આક્ષેપ કર્યા કે, રેન્જના અધિકારીની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતના કારણે સિંહોના મૃત્યુના બનાવો બનતા હોવાનું ફલિત થાય છે. સિંહો માટે પીવાના પાણી માટે પોઇન્ટ અગત્યમાં છે, પરંતુ કોઈ વ્યવસ્થા નથી. સિંહોમાં કોઈ વાયરસ ફેલાયેલ હોય તો વધુ મૃત્યુ અટકાવવા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ. દીપડાના હિંસક હુમલામાં કારણે 3 અપમૃત્યુ થયેલા હતા તે વનવિભાગની નિષ્કાળજીના કારણે બનાવો બને છે. 

અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની એકસાથે આગાહી, ગુજરાતમાં કંઈક તો થશે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More