Home> Health
Advertisement
Prev
Next

Public Toilet: પબ્લિક ટોયલેટ યુઝ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું, નહીં તો યુઝ કર્યા પછી ચેપ લાગશે તે નક્કી

How to Use Public Toilet Safely: પબ્લિક ટોયલેટ યુઝ કરતી વખતે હાઈજીનની બાબતમાં બાંધછોડ ન કરવી. અનેક લોકોએ યુઝ કરેલા ટોયલેટને યુઝ કરતી વખતે જો સાવધાની રાખવામાં ન આવે તો ગંભીર ઈંફેકશન પણ થઈ શકે છે.
 

Public Toilet: પબ્લિક ટોયલેટ યુઝ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું, નહીં તો યુઝ કર્યા પછી ચેપ લાગશે તે નક્કી

How to Use Public Toilet Safely: જ્યારે આપણે ઘરથી દુર હોય ત્યારે પબ્લિક ટોયલેટ યુઝ કરવું જરૂરી હોય છે. લોકોની સુવિધા માટે મોલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ઓફિસ, પેટ્રોલ પંપ સહિતની જગ્યાઓએ પબ્લિક ટોયલેટ હોય છે. આ જગ્યાઓએ કોઈપણ વ્યક્તિ ટોયલેટ યુઝ કરી શકે છે. જો કે આ ટોયલેટ અનેક લોકો યુઝ કરતા હોય છે તેથી જ તેનો યુઝ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે પબ્લિક ટોયલેટથી અનેક પ્રકારના ઈંફેકશન અને બીમારી ફેલાય શકે છે. 

fallbacks

આ પણ વાંચો: શરીરમાં ક્યાંથી શરુ થાય હાડકાનું કેન્સર ? જાણો હાડકાના કેન્સરથી બચવા શું કરવું જોઈએ

પબ્લિક ટોયલેટથી કઈ કઈ બીમારીઓનો ચેપ લાગી શકે ?

1. UTI
ગંદી ટોયલેટ સીટ પર બેસવાથી બેક્ટેરિયા પેશાબની નળીમાં પ્રવેશી જાય છે અને તેના કારણે યૂરિનરી ટ્રેક્ટ ઈંફેકશન થઈ શકે છે. મહિલાઓને આ સમસ્યા થવાનું સૌથી વધારે રિસ્ક હોય છે. 

આ પણ વાંચો: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે

2. ફંગલ ઈંફેક્શન

હ્યુમિડ અને ગંદા ટોયલેટમાં ફંગલ સ્પોર્સ સરળતાથી વધવા લાગે છે. તેના કારણે સ્કિન પર રેશ, ખંજવાળ, બળતરા થવા લાગે છે. 

3. ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ઈંફેકશન

જો પબ્લિક ટોયલેટ યુઝ કર્યા પછી હાથ બરાબર સાફ નથી કરતા તો તેના કારણે ઝાડા, ઉલટી કે પેટની અન્ય સમસ્યા થઈ શકે છે. કારણ કે હાથના માધ્યમથી બેક્ટેરિયા પેટમાં પહોંચી જાય છે. 

આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો ન ખાતા આ Food, ખાવાથી બ્લોક થઈ જશે ધમનીઓ

4. એસટીડીનું જોખમ

પબ્લિક ટોયલેટથી સેક્સુઅલી ટ્રાંસમિટેડ ડિસીઝ STD થવાની સંભાવના ઓછી હોય છે પરંતુ જો શરીર પર કોઈ ઘા કે કટ હોય અને તેના પર ઈંફેક્ટેડ સરફેસનો કોન્ટેક્સ થાય તો આ ગંભીર સમસ્યા થવાનું જોખમ પણ રહે છે. 

આ પણ વાંચો: Burn Injury:કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે

પબ્લિક ટોયલેટ યુઝ કેવી રીતે કરવા ?

1. ખાસ તો મહિલાઓએ પબ્લિક ટોયલેટ યુઝ કરતાં પહેલા ટોયલેટ સીટ સેનિટાઈઝ કરવી. તેના માટે સ્પ્રે કે વાઈપ્સનો યુઝ કરી શકાય છે. માર્કેટમાં પોર્ટેબલ સીટ સેનિટાઈઝર પણ મળે છે. 

2. સીટ પર ડાયરેક્ટ ન બેસો, ટીશ્યૂ પેપર કે ડિસ્પોઝએબલ સીટ કવર સાથે રાખો. તેનાથી ટોયલેટ સીટના ડાયરેક્ટ કોન્ટેક્ટથી બચી શકાય છે. 

આ પણ વાંચો: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ

3. પબ્લિક ટોયલેટના ફ્લશને પણ ડાયરેક્ટ ટચ ન કરો. ટીસ્યૂ પેપર વડે ફ્લશ કરો. કારણે ફ્લશથી પણ બેક્ટેરીયા ફેલાય શકે છે. 

4. ટોયલેટ યુઝ કર્યા પછી સાબુથી હાથ 20 થી 30 સેકન્ડ માટે હાથ સાફ કરો. હાથ સાફ ન કરવાથી સૌથી વધુ ઈંફેકશન ફેલાય છે. 

5. જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે સાથે સેનેટાઈઝર રાખો. ટોયલેટ યુઝ કર્યા પછી હાથ સાફ કરો અને પછી સેનિટાઈઝ પણ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More