Home> Gujarat
Advertisement
Prev
Next

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન, કોરોના વોરિયર્સ અને રિકવર લોકોને આમંત્રણ અપાશે

રાજ્યમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર (gandhingar) માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વ (Independence Day 2020) ની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન, કોરોના વોરિયર્સ અને રિકવર લોકોને આમંત્રણ અપાશે

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર (gandhingar) માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વ (Independence Day 2020) ની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે

fallbacks

અમદાવાદનો દિલધડક કિસ્સો, મોટી ઉંમરે સંતાન થતા લોકો શું બોલશે એ બીકે દંપતી બાળકીને હોસ્પિટલમાં મૂકીને ફરાર થયું

રાજ્યમાં રાજ્ય કક્ષા જિલ્લા તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં 15 મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાઓ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવાનું પણ કહેવાયું છે. રાજ્યકક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી કોરોના વોરિયર્સ, કોરોનાને માત આપી સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત આપવા માટે પણ કહેવાયું છે. સાથે જ જિલ્લા કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી ઉજવણી દરમિયાન સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોમાં 150 ની સંખ્યા રાખવા માટે પણ આદેશો કરાયા છે. 

ડાંગરના રોપણીની તૈયારી છે અને મકાઈનો પાક તૈયાર છે, પણ પંચમહાલના ખેડૂતોને પાણી નથી મળ્યું

રાજ્યમાં 15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજરી આપશે. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગરમાં આર.સી.ફળદુ હાજરી આપશે. 
15મી ઓગસ્ટની ઉજવણી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં કરાશે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More