કાઠમાંડૂ: ભારત-ચીન (India China) વિવાદને લઇને હવે નેપાળ (Nepal)નું નિવેદન સામે આવ્યું છે. નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી (Pradeep Gyawali)એ ભારત ચીન વચ્ચેના સારા સંબંધોની વકીલાત કરી છે.
ગ્યાવલીએ શુક્રવારે કહ્યું હતું કે એશિયાનું ભવિષ્ય કેવું રહેશે તેના પર નિર્ભર છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો કેવા છે. નેપાળના વિદેશ મંત્રી પહેલાં ચીનના રાજદૂતે પણ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીનની અર્થવ્યવસ્થા એકબીજા પર આધાર રાખે છે, જો તેઓ બળજબરીથી અલગ થઈ જાય તો બંને દેશોને હાલાકી ભોગવવી પડશે.
આ પણ વાંચો:- Exclusive: શ્રીરામ મંદિરના પાયામાં ચાંદીનો કાચબો અને તેની ઉપર શેષનાગ મૂકવામાં આવશે
પ્રદીપ ગ્યાવલીએ કહ્યું હતું કે 'ચીન અને ભારત તેમની મહત્વાકાંક્ષી વૃદ્ધિ સાથે જોડાશે, તેમની ભાગીદારી કેવી રીતે આગળ વધશે અને તેઓ કેવી રીતે તેમના મતભેદોનો ઉકેલ લાવે છે, ચોક્કસ આ પ્રશ્નો એશિયાનું ભવિષ્ય નક્કી કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વુહાન સમિટ બાદ ભારત અને ચીન વચ્ચેની ભાગીદારી વધુ ગહેરી બની હતી, બંને એકબીજાની નજીક આવી ગયા હતા, પરંતુ હવે ગલવાન ખીણમાં સંઘર્ષ બાદ તણાવ વધ્યો છે. જોકે બંને દેશો તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં પડકારો છે.
આ પણ વાંચો:- કોરોના સાથે જીવન જીવતા શીખવું પડશે, લાંબા સમય સુધી Lockdown યોગ્ય નથી: ગડકરી
The rise of China and aspiring rise of India as well, how they engage with themselves, how their partnership will move on and how they manage their differences will definitely set the future of Asia, at least in this region: Nepal Foreign Affairs Minister Pradeep Gyawali pic.twitter.com/SL7krK9wqB
— ANI (@ANI) July 31, 2020
જો કે, નેપાળના પ્રધાનમંત્રી ઓલી અને પ્રચંડ વચ્ચે સમાધાન કરવામાં નિષ્ફળ ગયેલા ચીનના રાજદૂત હાઓ યાંકીએ ભારત સામે નેપાળને ભડકાવવાના આરોપોને નકારી દીધા છે. નેપાળી અખબાર 'ન્યા પત્રિકા' ને આપેલા ઇન્ટરવ્યુમાં યાંકીએ આ વિષય પર ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેમણે કહ્યું કે તેમના દેશને ભારત-નેપાળ વિવાદમાં બળજબરીથી ખેંચવામાં આવી રહ્યો છે. કલાપાણીનો મુદ્દો નેપાળ અને ભારત વચ્ચેનો છે અને બંને દેશોએ મળીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.
આ પણ વાંચો:- ભારતના કઠોર વલણથી નરમ પડ્યો ડ્રેગન, ચીનના રાજદૂતે બંને દેશોને લઇને આપ્યું આ નિવેદન
ચીનના રાજદૂતે વધુમાં કહ્યું કે, 'ચીન નેપાળની સાર્વભૌમત્વ અને ભૌગોલિક અખંડિતતાનો આદર કરે છે. કલાપાણીનો મુદ્દો નેપાળ અને ભારત વચ્ચેનો મુદ્દો છે. અમે આશા રાખીએ છીએ કે બંને દેશો મૈત્રીપૂર્ણ ચર્ચા દ્વારા તેમના મતભેદોને દૂર કરશે. એકપક્ષી કાર્યવાહી પરિસ્થિતિને જટિલ બનાવી શકે છે. ' હાઓ યાંકીએ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ઇન્ટરવ્યૂમાં માહિતી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે