Home> Gujarat
Advertisement
Prev
Next

સચિવાલયનમાં ઘૂસેલો દીપડો પાંજરે પુરાયો, 300થી વધુ વન અધિકારીઓએ આદર્યું હતું સર્ચ ઓપરેશન

ગાંધીનગર સચિવાલયમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાઇ ગયો હતો. ગેટ નં.7 પર ફરજ બજાવતા એસઆરપી જવાન જશવંતભાઈએ રાત્રે 1.56 કલાકે દીપડાને પ્રવેશતા જોયો હતો.

સચિવાલયનમાં ઘૂસેલો દીપડો પાંજરે પુરાયો, 300થી વધુ વન અધિકારીઓએ આદર્યું હતું સર્ચ ઓપરેશન

ગાંધીનગર: ગાંધીનગર સચિવાલયમાં ઘૂસી ગયેલો દીપડો આખરે 12 કલાકની જહેમત બાદ લોકેટ થયો હતો. વનવિભાગે એટલું આશ્વાસન આપ્યું હતું કે સચિવાલય કેમ્પસમાં ક્યાંય પણ આ દીપડો જોવા મળ્યો નથી અને તેનું લોકેશન સચિવાલય બહાર જોવા મળ્યું છે. તેથી વનવિભાગની તમામ ટીમ આ દીપડાને પકડવા માટે કામે લાગી હતી. સમગ્ર સંકુલમાં 300થી વધુ વન અધિકારી અને કર્મચારીઓની ચાર જેટલી ટીમ અલગ અલગ ઝોનમાં દીપડાને શોધવામાં લાગી હતી. 

fallbacks

એક સ્થળેથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હતાં અને તેના આધારે જ આ દીપડો બહાર ગયો હોવાનું વનવિભાગે અનુમાન લગાવ્યા બાદ કેમ્પસના આસપાસના વિસ્તારમાં દીપડાને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાથી ખાસ ફોરેસ્ટની ટીમ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, વડોદરાની ટીમો પણ બોલાવવામાં આવી હતી. આખરે મહામહેનતે દિપડાને ટ્રેસ કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. 

હાલ આ દીપડો સચિવાલય કેમ્પસમાંથી બહાર દેખાતા રાહતનો શ્વાસ લેવાયો છે. વહેલી સવારથી સચિવાલયમાં પ્રવેશબંધી કરાઈ હતી જે હટાવી લેવામાં આવી છે. મહત્વનું છે કે, ગાંધીનગર સચિવાલયમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાઇ ગયો હતો. ગેટ નં.7 પર ફરજ બજાવતા એસઆરપી જવાન જશવંતભાઈએ રાત્રે 1.56 કલાકે દીપડાને પ્રવેશતા જોયો હતો. દીપડો સચિવાલયના ગેટ નીચેથી અંદર પ્રવેશતા સીસીટીવી પણ વનવિભાગે કબ્જે લઈ તેની શોધખોળ હાથ ધરી હતી. 

સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ગત મોડી રાત 1.53 કલાકે દીપડો સચિવાલયમાં ઘૂસ્યો હતો. સચિવાલયમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતાં સુરક્ષાકર્મીએ દીપડાને ઘૂસતા જોયો છે. સુરક્ષાકર્મીએ કંટ્રોલરૂમને જાણ કરી હતી. વહેલી સવારે 3.30 વાગ્યે અધિકારીઓને જાણ કરવામાં આવી. ત્યારબાદ 4 વાગ્યે અધિકારીઓ પહોંચી આવ્યા હતા. ત્યારબાદ વનવિભાગની ટીમને જાણ કરાતાં સવારે 6 વાગ્યે વનવિભાગની ટીમ પહોંચી હતી.

સવારે 7.30 કલાકે સીએમ અને સીએસ સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. 8 વાગ્યે 100 અધિકારીઓની ટીમ દોડી આવી હતી. સમગ્ર ઘટનાને પગલે સચિવાલયના તમામ 14 બ્લોકમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 9 વાગ્યે વનવિભાગના સચિવ રાજીવ ગુપ્તા દોડી આવ્યા છે. 10 વાગ્યે એસપી મેયર ચાવડા પણ સચિવાલય દોડી આવ્યા છે. 14 બ્લોકના તમામ કર્મચારીઓ સચિવાલયની બહાર ઉભા છે. આજે સોમવારે પબ્લિક ડે હોવાના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More