Home> India
Advertisement
Prev
Next

છત્તીસગઢ: ચૂંટણી ભાષણ આપીને પરત ફરેલા કોંગ્રેસ નેતા પર જીવલેણ હૂમલો, જીભ કાપી

છત્તીસગઢની સાજા વિધાનસભા સીટ પર કોંગ્રેસી ઉમેદવાર રવિંદ્ર ચોબેના સમર્થકનમાં ભાષણ આપનારા દુર્ગ યુવા કોંગ્રેસ ઉમેદવાર રવિંદ્ર ચોબેના સમર્થનમાં ભાષણ આપનાર દુર્ગ યુવા કોંગ્રેસના ચર્ચિત નેતા રાહુલ દાની પર જિવલેણ હૂમલો કરી તેની જીભ કાપી નાખતા સનસની મચી ગઇ છે. હૂમલોખોરોએ રાહુલની જીભની સાથે જ તેનાં હોઠ પણ કાપી નાખ્યા  અને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા. હૂમલામાં રાહુલ દ્વારા ઘણી ગંભીર ઇજાઓ થઇ છે અને જેના કારણે તેને ભિલાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. 

છત્તીસગઢ: ચૂંટણી ભાષણ આપીને પરત ફરેલા કોંગ્રેસ નેતા પર જીવલેણ હૂમલો, જીભ કાપી

ભિલાઇ : છત્તીસગઢની સાજા વિધાનસભા સીટ પર કોંગ્રેસી ઉમેદવાર રવિંદ્ર ચોબેના સમર્થકનમાં ભાષણ આપનારા દુર્ગ યુવા કોંગ્રેસ ઉમેદવાર રવિંદ્ર ચોબેના સમર્થનમાં ભાષણ આપનાર દુર્ગ યુવા કોંગ્રેસના ચર્ચિત નેતા રાહુલ દાની પર જિવલેણ હૂમલો કરી તેની જીભ કાપી નાખતા સનસની મચી ગઇ છે. હૂમલોખોરોએ રાહુલની જીભની સાથે જ તેનાં હોઠ પણ કાપી નાખ્યા  અને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા. હૂમલામાં રાહુલ દ્વારા ઘણી ગંભીર ઇજાઓ થઇ છે અને જેના કારણે તેને ભિલાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. 

fallbacks

ધમધામાં એક ચૂંટણી સભા
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ દાની પર તે સમયે હૂમલો થયો જ્યારે તેઓ ધમધાથી એક ચૂંટણી સભામાં ભાષણ આપીને પરત ફરી રહ્યા હતા. રાહુલનાં અનુસાર 31 ઓક્ટોબરની રાત્રે ધમધામાં એક ચૂંટણી સભા સંબોધિત કરી પરત ફરી રહ્યા હતા કે ત્યારે કેટલાક લોકોએ તેમની ગાડીઓ અટકાવી અને પછી હૂમલો કરી દીધો. ત્યાર બાદ હૂમલોખોરોએ રાહુલની જીભ કાપીને ખાડામાં ફેંકી દીધી અને ત્યાંથી ભાગી ગયા હતા. 

ચહેરો સંપુર્ણ ખરાબ
બીજી તરફ રાહુલ ઘાયલ થવા અંગે કેટલાક રાહદારીઓએ તેમને જીભ ભિલાઇની એક ખાનગી હોસ્પિટલમાં ભર્તી કરાવી. જ્યાં હાલ પણ સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસને આપેલા નિવેદનમાં રાહુલે જણાવ્યું કે, હૂમલાખોરોએ જીભ કાપીને તેને ત્યાં જ મરવા માટે છોડી દીધો હતો. હૂમલાખોરો વારંવાર કહી રહ્યા હતા કે તને ભાષણ આપવાનો બહુ શોખ છે. એટલું નહી આ હૂમલામાં યુવા કોંગ્રેસ નેતાનું નાક, હોઠ, કાન અને તેનો સંપુર્ણ ચહેરો સંપુર્ણ રીતે વિકૃત થઇ ચુક્યો છે. 

હૂમલાખોરોની કોઇ ભાળ નહી
બીજી તરફ પોલીસ હજી સુધી હૂમલાખોરોનો કોઇ જ પુરાવો નથી મળ્યો. રાહુલને પણ હુમલાખોરો અંગે કોઇ માહિતી નથી. જો કે તેમાં કોઇ રાજનીતિક પાર્ટીનો હાથ હોવાનું મનાઇ રહ્યું છે. બીજી તરફ જીભ કપાયા બાદ કોંગ્રેસ નેતા બોલવા અસમર્થ છે. જો કે સાજાના ઉમેદવાર અને ભાજપનાં નેતા લાભચંદ બાફના પર તેમના સમર્થકો દ્વારા મારપીટ કરવાની વાત કરી. હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More