Home> Gujarat
Advertisement
Prev
Next

Gir Somnath: છેલ્લા 74 વર્ષથી આજ સુધી આ બુથ પર હંમેશા થયું છે 100% મતદાન

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢતા તાલુકામાં એક મતદાન મથક એવું આવેલું છે કે જ્યાં દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી 100 ટકા મતદાન થયું છે. કોઇ પણ ચૂંટણી હોય આ બુથ પર હંમેશા 100 ટકા મતદાન નોંધાયું છે. તેવામાં આજે પણ આ મતદાન મથક પર મતદાન ચાલુ થયાના એક જ કલાકમાં 100 ટકા મતદાન થઇ ગયું હતું. એક તરફ જ્યારે મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત માટે આ મતદાન મથક એક આદર્શ કહી શકાય.

Gir Somnath: છેલ્લા 74 વર્ષથી આજ સુધી આ બુથ પર હંમેશા થયું છે 100% મતદાન

ઉના : ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢતા તાલુકામાં એક મતદાન મથક એવું આવેલું છે કે જ્યાં દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી 100 ટકા મતદાન થયું છે. કોઇ પણ ચૂંટણી હોય આ બુથ પર હંમેશા 100 ટકા મતદાન નોંધાયું છે. તેવામાં આજે પણ આ મતદાન મથક પર મતદાન ચાલુ થયાના એક જ કલાકમાં 100 ટકા મતદાન થઇ ગયું હતું. એક તરફ જ્યારે મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત માટે આ મતદાન મથક એક આદર્શ કહી શકાય.

fallbacks

'મધર ઈન્ડિયા' ભીખીબહેને લોકશાહીના પર્વમાં લીધો ભાગ, આપ્યો સંદેશ

ગીર સોમનાથમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે એક મથકમાં 100 ટકા મતદાન થયું હતું. ગીર મધ્યે આવેલું બાણેજ બુથમાં 100 ટકા મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાણેજ બુથમાં વર્ષોથી એકમાત્ર મતદાર છે. જે બાણેજ મંદિર છે તેના મહંત હોય છે. વર્ષોથી અહીં સવારે ઇવીએમ મશીન કે બેલેટ પેપર સાથે કર્મચારીઓ પહોંચે છે. બાપુ પોતાનું નિત્ય કર્મ પુર્ણ કર્યા બાદ મતદાન કરે છે. મતદાન પુર્ણ થયા બાદ કર્મચારીઓ થોડો સમય જે કાયદેસર કાર્યવાહી હોય તે પુર્ણ કરીને નિકળી જતા હોય છે.

Jetpur: ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર ન રહેતાં 4 કર્મચારી વિરૂદ્ધ વોરંટ જાહેર

અત્રે ઉલ્લે્ખનીય છે કે, બાણેજ જંગલની મધ્યે આવેલું મંદિર છે. આ મંદિર જંગલ વચ્ચે હોવાના કારણે આવરો જાવરો પણ ખુબ જ ઓછો રહે છે. આ ઉપરાંત સિંહના મેટિંગ પિરિયડ દરમિયાન અહીં કોઇ પણ વ્યક્તિના પ્રવેશ પર પણ પ્રતિબંધ હોય છે. ત્યારે હરિબાપુ જે આ જગ્યાના મહંત છે તેઓ એકલા જ અહીં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી અહીં એક સામાન્ય બુથમાં હોય તેટલા જ કર્મચારીઓ ફાળવવામાં આવે છે. બાણેજમાં માત્ર એક મત માટે ચાલુ વર્ષની ચૂંટણીમાં સરકાર દ્વારા 25 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બુથ માટે 1 પ્રીસાઈડિંગ ઓફિસર, 2 આસિસ્ટન્ટ, 2 પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More