Home> India
Advertisement
Prev
Next

maharashtra: મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડે CM ઠાકરેને આપ્યુ રાજીનામું

પુણેની 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણે ત્રીજા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. પૂજાના મોત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હંગામો શરૂ થયો હતો. કારણ કે પૂજાનું નામ મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડ સાથે જોડવામાં આવ્યું.
 

maharashtra: મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડે CM ઠાકરેને આપ્યુ રાજીનામું

મુંબઈઃ મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડ (Sanjay Rathore) એ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. સૂત્રો અનુસાર ટિકટોક સ્ટારની આત્મહત્યાના મામલાને લઈને વિવાદોમાં ઘેરાયેલા શિવસેના (Shiv sena) નેતા સંજય રાઠોડે રવિવારે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામુ સોપી દીધુ છે. સંજય રાઠોડે સીએમને પોતાના રાજીનામાનો સ્વીકાર કરવાની વિનંતી કરી છે. 

fallbacks

મહત્વનું છે કે ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણના આત્મહત્યાના મામલાને લઈને વિવાદોમાં ઘેરાયેલા રાઠોડ પર આજે શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) એ ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે રાજધર્મની યાદ અપાવતા છત્રપતિ શિવાજી મહારાજની તસવીર શેર કરી હતી. આ તસવીર પર લખેલુ છે કે શિવાજી મહારાજના હાથમાં જે શાહી છડી છે તે કઈ વાતની યાદ અપાવે છે. આ મહારાષ્ટ્ર ધર્મની તરફ ઇશારો કરે છે, જેનો અર્થ છે રાજધર્મ. 

આ પહેલા વિપક્ષના સવાલો પર સંજય રાઉતે કહ્યુ હતુ કે, આ મામલો મહારાષ્ટ્ર સરકાર સંબંધિત છે અને સરકાર તેના પર કાર્યવાહી કરશે. રાઠોડ સીનિયર મંત્રી છે અને પાર્ટીનો મોટો ચહેરો પણ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેને ઘટનાની તપાસ માટે કહ્યુ છે. પાર્ટીમાં તેને લઈને કોઈ શંકા નથી. જ્યારે આ મામલે સીએમ અને ડેપ્યુટી સીએમ બોલ્યા છે તો તમે કઈ રીતે કહી શકો કે શિવસેના આ ઘટના પર ચુપ છે. 

મહત્વનું છે કે પુણેની 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણે ત્રીજા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. પૂજાના મોત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હંગામો શરૂ થયો હતો. કારણ કે પૂજાનું નામ મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડ સાથે જોડવામાં આવ્યું. પૂજાના આપઘાત મામલામાં સંજય રાઠોડનું નામ આવ્યા બાદથી શિવસેના અને પ્રદેશના સીએમ ઉદ્ધવ ઠાકરે પર રાઠોડનું રાજીનામુ લેવાનું દબાણ વધી ગયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More