Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતી કેનાલમાં કૂદી આપઘાત કરે તે પહેલા જાણો દેવદૂત બની કોણ આવ્યું, હાથ પકડી બચાવ્યો જીવ

સુરતમાં પોલીસની (Surat Police) સતર્કતાથી એક યુવતીનો જીવ બચ્યો છે. પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા યુવતી દેલાડ પાટિયા નજીક મોટી કેનાલમાં આપઘાત (Suicide) કરવા ગઈ હતી

યુવતી કેનાલમાં કૂદી આપઘાત કરે તે પહેલા જાણો દેવદૂત બની કોણ આવ્યું, હાથ પકડી બચાવ્યો જીવ

કિરણસિંહ ગોહિલ/ સુરત: સુરતમાં પોલીસની (Surat Police) સતર્કતાથી એક યુવતીનો જીવ બચ્યો છે. પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતા યુવતી દેલાડ પાટિયા નજીક મોટી કેનાલમાં આપઘાત (Suicide) કરવા ગઈ હતી. તે દરમિયાન પેટ્રોલિંગમાં (Police Petroling) નિકળેલી પોલીસની નજર તે યુવતી પર પડી હતી. ત્યારે પોલીસે PCR વાન ઉભી રાખી યુવતીને સમજાવી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જો કે, ઘટનાની જાણ થતા PI અશોક મોરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને પૂછતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

fallbacks

આમતો સમગ્ર વિશ્વ 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની (International Women's Day) ઉજવણી કરે છે. આખો દિવસ મહિલા સન્માનની વાતો સાંભળવા મળી હતી. પરંતુ એક યુવતી સામાન્ય બાબતે પતિ સાથે બોલાચાલી થતા દેલાડ પાટિયા નજીકથી પસાર થતી કેનાલમાં આપઘાત (Suicide) કરતા પહોંચી હતી. જો કે, પેટ્રોલિંગમાં (Police Petroling) નીકળેલી ઓલપાડ પોલીસની નજર યુવતી પરડ પડતા પોલીસે આપઘાત કરતા રોકી હતી અને તેને સમજાવી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં યુવતીના પતિ અને માતાને બોલ્યા હતા. ત્યારે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે ઓલપાડ પોલીસ યુવતી માટે દેવદૂક બની આવી હતી.

fallbacks
(આપઘાત કરવા નીકળેલી યુવતી અને તેનો પતિ ચિરાગ)

આ પણ વાંચો:- સુરતમાં વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં, રસી લીધા બાદ 3 ઈજનેરોને કોરોના

સાયણ આઉટ પોસ્ટમાં પતિ સાથે બેઠેલી કોમલ છે. કોમલ અને ચિરાગ રાઠોડ વચ્ચે પ્રેમ થતા બંને છેલ્લા 8 મહિનાથી સાથે રહતા હતા. પરંતુ 8 માર્ચની રાત્રે કોમલ માતાના ઘરે દેલાડ હતી અને ચિરાગ તેના ઘરે અછારણ ગામે હતો. ત્યારે બંને વચ્ચે ફોન પર નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જેને લઇને કોમલ તેની માતાને કહ્યા વગર દેલાડ પાટિયા નજીકથી પસાર થતી મોટી કેનાલમાં આપઘાત કરવા પહોંચી હતી. જો કે, પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની નજર કોમલ આવતા પોલીસે PCR વાન ઉભી રાખી હતી અને યુવતીને આપઘાત કરે તે પહેલા તેને સમજાવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

fallbacks
(આપઘાત કરવા ગયેલી યુવતીને પોલીસે બચાવી)

આ પણ વાંચો:- રસ્તા પર મોતનો ખેલ, આ સુરતી નબીરાને જોઈ તમારા દિલની ધડકન તેજ થઈ જશે

ઓલપાડ PI અશોક મોરીએ જાણ કરતા PI તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે યુવતીને પ્રેમથી જમાડી અને પૂછપરછ કરતા યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પતિ ચિરાગને દેલાડ માતાના ત્યાં આવવાનું કહેતા ચિરાગે ના પાડી હતી. જેનું કોમલને ખોટું લાગ્યું હતું અને તે આપઘાત કરવા નીકળી હતી. જો કે, પોલીસ દેવદૂત બની આવતા યુવતીનો જીવ બચી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More