Home> India
Advertisement
Prev
Next

Jyotiraditya Scindia એ રાહુલ ગાંધીના 'દુ:ખ' પર આપ્યો જવાબ, જાણો શું કહ્યું? 

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભવિષ્યવાણી કરી છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા (jyotiraditya scindia ) ભારતીય જનતા પાર્ટીમાં હશે ત્યાં સુધી ક્યારેય મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શકશે નહી.

Jyotiraditya Scindia એ રાહુલ ગાંધીના 'દુ:ખ' પર આપ્યો જવાબ, જાણો શું કહ્યું? 

ભોપાલ: રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભવિષ્યવાણી કરી છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા (jyotiraditya scindia ) ભારતીય જનતા પાર્ટીમાં હશે ત્યાં સુધી ક્યારેય મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શકશે નહી. આ માટે તેમણે કોંગ્રેસમાં પાછા ફરવું પડશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન પર ભાજપના રાજ્યસભા સાંસદ સિંધિયાએ પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે "જ્યારે હું કોંગ્રેસમાં હતો, જો રાહુલ ગાંધી મને લઈને જેટલા ગંભીર ત્યારે છે એટલા હું કોંગ્રેસમાં હતો ત્યારે હોત તો સ્થિતિ અલગ હોત."

fallbacks

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં યુથ કોંગ્રેસના એક કાર્યક્રમમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને પહેલીવાર પોતાની ચૂપ્પી તોડી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં સિંધિયા નિર્ણાયક ભૂમિકામાં રહેતા હતા, ભાજપમાં તેઓ પાછલી સીટ પર બેઠા છે. મેં સિંધિયાને કહ્યું હતું કે ધૈર્ય રાખો તમે એક દિવસ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનશો. પરંતુ તેઓ ન માન્યા. બીજો રસ્તો પસંદ કર્યો અને ભાજપમાં જોડાઈ ગયા. મારી પાસે લખીને લઈ લો. સિંધિયા ભાજપમાં હશે ત્યાં સુધી ક્યારેય મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બની શકશે નહીં. આ માટે તેમણે કોંગ્રેસમાં પાછું ફરવું પડશે. 

અત્રે જણાવવાનું કે જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) ગત વર્ષ માર્ચમાં કોંગ્રેસમાંથી બળવો પોકારીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે કોંગ્રેસમાં પોતાની અવગણનાનો આરોપ લગાવ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના 22 વિધાયકોએ પણ કમલનાથ સરકારનો સાથ છોડ્યો હતો. આ બધાએ વિધાનસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને સિંધિયા સાથે ભાજપમાં જોડાયા હતા. 

કમલનાથ (Kamalnath) ની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી અને પડી ગઈ. શિવરાજ સિંહ ચૌહાણે 23 માર્ચ 2020ના રોજ ચોથીવાર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. સિંધિયા જૂન 2020માં ભાજપ ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા. હવે તેઓ પોતાને ભાજપના સમર્પિત સિપાઈ ગણાવે છે. ગત નવેમ્બરમાં 28 બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં ભજાપે 19 બેઠકો જીતીને મધ્ય પ્રદેશમાં પૂર્ણ બહુમત મેળવી લીધો છે.  

BJP માં જોડાતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ ઉચ્ચારેલો એક શબ્દ ચર્ચાના ચગડોળે ચઢ્યો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More