Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલમાં જાટ યુવકના ગાયબ થવાના કેસમાં નવો વળાંક, રાજસ્થાનના સાંસદે ટ્વીટ કરી આપી ચીમકી

Gondal Missing Youth : જયરાજસિંહના બંગલામાં મૃતક યુવકને મારતા હોવાના CCTV.. PIએ જોયા હોવાનો મૃતકની બહેનનો દાવો, ગ્રામ્ય પોલીસે કહ્યું- 4 માર્ચે રાત્રે રામધામ આશ્રમની બહાર યુવકનો અકસ્માત થયો

ગોંડલમાં જાટ યુવકના ગાયબ થવાના કેસમાં નવો વળાંક, રાજસ્થાનના સાંસદે ટ્વીટ કરી આપી ચીમકી

Rajkumar Jat Death Case: રાજકોટના ગોંડલમાં યુવાન રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગૂંચવાઈ રહ્યો છે. મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના માણસોએ પુત્રને માર માર્યાનો પિતાએ લગાવ્યો આરોપ લગાવ્યો છે. તેમજ પોલીસ તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. રાજકુમાર જાટના પિતાએ ન્યાયની માંગ કરીને કહ્યું કે, પોલીસ મારા પુત્રની શોધખોળ કરવાને બદલે મને ધક્કા ખવડાવી રહી છે. મારો પુત્ર સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતો હતો. સાથે જ મૃતક યુવકના ટોલનાકા પાસે ચાલીને જતા CCTV પણ વાયરલ થયા છે. તો જ્યારે  આ મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે ટ્વીટ કરીને સમગ્ર મામલે CBI તપાસની માંગ કરી છે. આ ઘટનાને જાટ સમાજ સહન નહીં કરે તેવો ઉલ્લેખ તેમણે કર્યો છે. આ ઘટનાને સંસદમાં ઉઠાવવામાં આવશે તેવો દાવો સાંસદે કર્યો છે. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરીતો આ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ ઉઠ્યો છે. જેમાં 2 માર્ચ 2025ના રોજ પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા હતા. તો જ્યારે 3 માર્ચના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો હતો. 

fallbacks

ગોંડલમાં યુવકના શંકાસ્પદ મોતનો મામલામાં પૂર્વ ધારાસભ્યના માણસો અને તેના દીકરા દ્વારા પિતા-પુત્રને માર મરાયા હોવાનો પિતાનો આક્ષેપ છે. 2 તારીખે રાત્રે યુવાનને માર મરાયો હોવાનો આરોપ પિતાએ લગાવ્યો. 3 તારીખે વહેલી સવારે દીકરો લાપતા થયો હતો. 4 તારીખે અમદાવાદ હાઈવે પરથી તેની લાશ મળી આવી હતી. જેાં પોલીસે ફેટલ કેસ નોંધી અજાણ્યા યુવકની લાશ પીએમ રૂમ ખાતે મોકલી હતી. યુવકના બહેન બનેવીએ 9 તારીખે રાત્રે યુવકની ઓળખ કરી હતી. યુવકના પિતાએ 10 તારીખે પોતાના પુત્રની લાશ ન હોવાનું રટણ કર્યું અને DNA આપવા પણ તૈયાર થયા હતા. બાદમાં ફરી પિતાએ બોડી જોઈને કહ્યું આ મારો જ પુત્ર છે, પરિવારે મૃતદેહ સ્વીકારવા નિર્ણય કર્યો હતો. 

અમારી સીબીઆઈ તપાસની માંગ છે - મૃતકની બહેન
મૃતકના બહેને મીડિયાને ચોંકાવનારી વિગત જણાવી. મૃતકના બહેને કહ્યું કે, ગોંડલ પીઆઈ ગોસાઈ સાથે વાત કરી હતી. પીઆઈ ગોસાઈએ જ જયરાજસિંહ જાડેજાના બંગલોના સીસીટીવી જોયા હોવાનું મને જણાવ્યું હતું. પીઆઈ ગોસાઈએ કહ્યું હતું કે સીસીટીવીમાં યુવકને મારતા દેખાય છે. અમારી cbi તપાસની માંગ છે. 

છોટાઉદેપુરમાં માનવ બલીનો ચોંકાવનારો કિસ્સો, ભુવાએ 5 વર્ષની બાળકીની બલી ચઢાવી

પોલીસે મને શોધખોળ કરવાને બદલે ધક્કા ખવડાવ્યા છે - મૃતકના પિતા 
મૃતક યુવક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કહ્યું કે, ગોંડલ પોલીસ દ્વારા મારા પુત્રની શોધખોળ કરવાને બદલે મને ધક્કા જ ખવડાવ્યા છે. હું પહેલે દિવસથી જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા મારા પુત્રને માર માર્યો હોવાનું કહું છું. મારો પુત્ર રાતે ઘરે આવ્યો અને કાંઈ પણ કહ્યા વગર જ સૂઈ ગયો હતો. મારો પુત્ર સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતો હતો. કયા કારણોસર તેને માર માર્યો તે જ ખબર નથી. પોલીસે પહેલા દિવસે જ અક્ષર મંદિરથી જયરાજસિંહના બાંગ્લા સુધીના CCTV તપાસ કરી હોત તો મારો પુત્ર જીવતો હોત. હવે આ ઘટનાને પોલીસ હિટ એન્ડ રન કહી રહી છે. મારી માંગ છે કે, ગુજરાત પોલીસ આ ઘટનાની તપાસ નહિ કરી શકે. કેન્દ્રીય ગૃહ વિભાગ આ કેસમાં તપાસ કરે તેવી માંગ છે. 

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઘટનાક્રમ આવો છે.

  • 2 માર્ચ 2025ના રોજ પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા
  • 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યા આસપાસ ઘરે થી નીકળી ગયો હતો
  • 3 તારીખના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો
  • 4 તારીખના રોજ રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો
  • આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં થયું હતું મોત
  • 4 માર્ચના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં થયું હતું મોત
  • 9 માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી ઓળખ
  • પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી

મૃતક માનસિક અસ્થિર હતો - જિલ્લા પોલીસ વડા 
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે, યુવક ગુમ થયા બાદ તેના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. 3 ટીમો બનાવી પોલીસે તપાસ કરી હતી. યુવક રાત્રે 2 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. 2:30 આસપાસ ગોંડલ બસ સ્ટેન્ડ, 3:17 વાગ્યે ભોજપરા, 5 વાગ્યે માલધારી હોટલ પાસેથી પસાર થાય છે. જ્યાંથી તેની લાશ મળી તેમાં પણ બપોરે 3:25 વાગ્યે રામધામ આશ્રમમાં જતો જોવા મળે છે. લાશ મળી પછી સિવિલ હોસ્પિટલમાં લાશ રાખવામાં આવી હતી. લાશ ગઈકાલે તેના બહેન અને બનેવીએ ઓળખી દીધી હતી. મૃતક ઘરેથી નીકળી જાય છે અને મંદિરના પૂજારી તેના પિતાને ફોન કરી તેનો દીકરો અહીં હોવાનું જાણ કરે છે. સ્પીડમાં બાઇક ચલાવતા હોવાથી તેના પિતા તેની સાથે બોલાચાલી કરે છે. પૂર્વ ધારાસભ્યના ઘર બહાર જ બોલાચાલી થતા પુત્ર પૂર્વ ધારાસભ્યના ઘરમાં જાય છે. જ્યાં તેના સિક્યુરિટી બેસાડે છે અને ત્યાં પણ પિતા પુત્ર ઝઘડો કરે છે. જેથી બંનેને પિતા-પુત્રને ઘરમાંથી બહાર કાઢતા હોઈ તેવા સીસીટીવી ફૂટેજ છે. મૃતક માનસિક અસ્થિર હોવાનું અને અગાઉ પણ આવી રીતે તે નીકળી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં આંતરિક કંકાસ હોવાનું પણ જાણવા મળ્યું છે. પૂર્વ ધારાસભ્યના ઘરના સીસીટીવી પણ જાહેર કરવામાં આવશે.

પરેશ ગોસ્વામીની નવી આગાહી : ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ, આ તારીખથી પલટાશે વાતાવરણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More