Chhota Udepur : ગુજરાત માટે શરમજનક ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિમાં બાળકીની બલીનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. બોડેલીના પાણેજ ગામે એક ભુવાએ ઘરના સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી માનવ બલી આપવામાં આવી છે. આ ઘટના બતાવે છે કે, સુખી સમૃદ્ધ ગુજરાતમાં હજી પણ અંધશ્રદ્ધાની ઘટનાઓ બની રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડ ભૂવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી. તેમે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાંખવાની ઘટના બની છે. બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા. જેથી બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે ગામલોકોએ જાણ કરી હતી. મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે.
આવી અનેક ઘટનાઓ છે જે બહાર આવતી નથી - જિગ્નેશ મેવાણી
છોટાઉદેપુરમાં બાળકીની બલી ચઢાવવા મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર માટે ગંભીર મામલો છે. એક બાળકીની બલી અંધશ્રદ્ધાના નામે ચડાવી દેવાઈ છે. આવી અનેક ઘટનાઓ જે બહાર નથી આવતી. સરકાર ચંદ્ર ઊપર પહોંચવાની વાત કરે છે. આ મુદ્દે ધ્યાને લઇ કાર્યવાહી કરવી જઈએ. વિધાનસભામાં પણ અંધશ્રદ્ધાનો કાયદો પણ પસાર થયો છે. સરકારે પણ આ બાબતે ગુનો નોંધી તપાસ કરવી જોઈએ.
પરેશ ગોસ્વામીની નવી આગાહી : ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ, આ તારીખથી પલટાશે વાતાવરણ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે