Groundnut Oil Prices: જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. જે એક સારા સમાચાર છે.
'11 વર્ષથી વિપક્ષનો અવાજ દબાવવામાં આવ્યો..',અ'વાદમાં ખડગે ગર્જ્યા, કર્યા આકરા પ્રહાર
ગૃહિણીઓ માટે ખુશખબર છે. ખાદ્યતેલના ભાવમાં કડાકો નોંધાયો છે. સિંગતેલમાં રૂ.50 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 40નો ઘટાડો થયો છે. જ્યારે સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂ. 2490 થયો છે. કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ રૂ. 2220 એ પહોંચ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં રૂ. 200નો ઘટાડો નોંધાયો છે. ગરમીને કારણે ખાદ્યતેલની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. નવી મગફળીની બમ્પર આવક થતા ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ ઘટે તેવી શકયતા જોવામાં આવી રહી છે.
ફિક્સ પેના કર્મચારીઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: ભથ્થામાં કરી વધારાની જાહેરાત
બજારની હાલની સ્થિતિ પર નજર કરીએ તો તેલના ભાવમાં બજારમાં ઘટાડો થયો છે. જોકે કેટલીક જગ્યાએ તેનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. આમ થવા પાછળ નિષ્ણાતો ઘણા કારણો આપી રહ્યા છે.
સરકારી નોકરી માટે કરો છો તૈયારી? આ 6 સંસ્થાનોમાં નીકળી છે બંપર ભરતી, જાણો વિગતો
નિષ્ણાતોનું કહેવું છે કે, સરસિયાનું તેલ, સીંગતેલ, સોયાબીન તેલીબિયાં, કાચુ પામ ઓઈલ અને પામોલિન ઓઈલના ભાવમાં પહેલા કરતા સુધારો થયો છે. જ્યારે આયાતી તેલના સસ્તા થવાની અસર સોયાબીનના તેલ પર પડી છે. તેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે