Home> India
Advertisement
Prev
Next

'ભારત એકમાત્ર દેશ જે...'ટ્રમ્પના 'ટેરિફ બોમ્બ' પર વિદેશ મંત્રી જયશંકરનું મહત્વનું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિએ 2 એપ્રિલે દુનિયાના દેશો પર ટેરિફ બોમ્બ ફોડ્યો. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે હવે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. જાણો તેમણે શું કહ્યું. 

'ભારત એકમાત્ર દેશ જે...'ટ્રમ્પના 'ટેરિફ બોમ્બ' પર વિદેશ મંત્રી જયશંકરનું મહત્વનું નિવેદન

India US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ પોલીસીએ દુનિયાભરના બજારોમાં ભારે ભૂકંપ સર્જી દીધો છે. ટ્રમ્પે હાલમાં જ 60થી વધુ દેશોથી આવતા આયાતી સામાન પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી જેમાં ભારત, ચીન, અને યુરોપીયન યુનિયન પણ સામેલ છે. આ બધા વચ્ચે ભારત શરૂઆતથી જ તેના પર તોલીને પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે પહેલીવાર આ મુદ્દે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે હાલના સમયમાં ટેરિફની અસરનું આકલન કરવું એ ઉતાવળ રહેશે પરંતુ ભારતે રણનીતિ તરીકે અમેરિકાની સાથે વર્ષના અંત સુધીમાં દ્વિપક્ષીય વેપાર સમજૂતિ (BTA) કરવાની યોજના ઘડી છે. 

fallbacks

જલદી કરાશે વાતચીત
જયશંકરે કહ્યું કે ભારત કદાચ એકમાત્ર એવો દેશ છે જેણે ટ્રમ્પના બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા સાથે વેપાર સમજૂતિ માટે સૈદ્ધાંતિક સ્તર પર સહમતિ સુધી પહોંચ બનાવી છે. એક ખાનગી ટીવી  ચેનલના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે આ મુદ્દે ટ્રમ્પ પ્રશાસન સાથે જલદી વાતચીત કરવામાં આવશે અને આ વર્ષના અંત સુધીમાં બીટીએ પર વાતચીત પૂરી કરવાની કોશિશ કરાશે. 

ઉતાવળમાં પ્રતિક્રિયા નહીં...
જયશંકરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ભારતે આ મામલે ખુબ જ સંતુલિતઅને સમજી વિચારીને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે નથી જાણતા કે તેનો વાસ્તવિક પ્રભાવ શું હશે આથી અમે તેના પર ઉતાવળમાં પ્રતિક્રિયા આપીશું નહીં. અમે નક્કર વાટાઘાટો અને કરારોની દિશામાં આગળ વધી રહ્યા છીએ. 

અત્રે જણાવવાનું કે 2 એપ્રિલને ટ્રમ્પે લિબરેશન ડે જાહેર કરતા કહ્યું હતું કે અમેરિકા હવે પોતાના મોટાભાગના વેપારી ભાગીદારો પાસેથી ઓછામાં ઓછો 10 ટકા ટેક્સ વસૂલશે. જે દેશોની સાથે અમેરિકાને વેપારી ખાદ્ય છે તેમના માટે આ દર હજુ વધુ હોઈ શકે છે. આ નિર્ણયથી અમેરિકામાં મોંઘવારી વધવાની અને જરૂરી વસ્તુઓની અછતની આશંકા વ્યક્ત કરાઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More