Visavdar Byelection : વિસાવદર પેટા ચૂંટણીમાં તણાવભર્યો માહોલ જોવા મળ્યો છે. ગોપાલ ઇટાલિયા પર ભાજપના સમર્થકોએ હુમલો અને ગાળાગાળી કર્યાના આક્ષેપ કરાયો છે. જેથી આપના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા.
આપનો ભાજપ પર આક્ષેપ
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની સભામાં હોબાળો થયો હતો. વિસાવદરના જીવા પરામાં સભા યોજાઈ હતી. વિસાવદરના નગર સેવક કમલેશ રીબડીયાનો પુત્ર અક્ષય અને અન્ય નગર સેવક રમીજ મેતરના ભાઈ નાસીર નામના શખ્સે પથ્થરમારોના પ્રયાસ કર્યાનો આપ પાર્ટીનો આક્ષેપ કર્યો છે. ભાજપના ઇશારે પથ્થરમારોના પ્રયાસ કરાયાના આક્ષેપ ઉઠ્યો છે. હાલ મામલો વિસાવદર પોલીસ મથકે પહોંચ્યો છે. આપ પાર્ટી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.
તો બીજી તરફ, કડી વિધાનસભાની પેટાચૂંટણીની લઇ રાજપુર ખાતે કોંગ્રેસની સભા મળી હતી. કોંગ્રેસની આ ચૂંટણી સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતા.
સભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહારો કર્યા હતા.
મોરબીના યુવકનું ઓસ્ટ્રેલિયામાં મોત, 6 દિવસથી ગુમ યુવકની લાશ ઘર પાસેની નદી કાંઠે મળી
આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી?
ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયાં ત્યારે પણ અધિકારી હાજર નહોતા. એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ. સી.આર. પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે, આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો.
ભાજપવાળા પૈસા આપે તો લઈ લેજો
ગેનીબેને સભામાં કહ્યું હતું કે, ભાજપવાળા કોઈ લોભ, લાલચ કે પૈસા આપે તો લઈ લેજો. એમના પૈસા કંઈ એરંડા-રાયડુ વેચી કે મજૂરી કરીને ભેગા કરેલ નથી. તમારે વાપરવા હોઈ તો વાપરજો, નહીં તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ મત કોંગ્રેસને આપજો. ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને બે નંબરના ધંધાની છૂટ મળે એ માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે. કોઈ પણ પ્રકારના લોભ લાલચ, દબાણમાં આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર કે પોલીસે હેરાન કરવાનો પ્રયાસ કર્યો. તો એના માટે લડવા ગેનીબેન અને બળદેવજી લડવા તૈયાર છે.
પેટા ચૂંટણી સાથે સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેનો છેલ્લો દિવસ છે. ગ્રામ પંચાયત સમરસ થાય તો સરકારે 51 લાખ આપવાની જાહેરાત કરી છે. ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીનું આજે ચિત્ર આજે સ્પષ્ટ થશે.
અમરેલીની અજીબ ઘટના : 8 વર્ષના બાળકના પાંપણમાં 28 જુ અને 35 ઈંડા સર્જરીથી દૂર કરાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે