Home> Gujarat
Advertisement
Prev
Next

ઈટાલિયાનો પાટીલને ખુલ્લો પડકાર, અમારા એકપણ ધારાસભ્ય તોડીને બતાવો!

Gopal Italia Challenge To CR Patil : પાટીલને મોરેમોરાની ઈટાલિયાની ખુલ્લી ચેલેન્જ, હવે અમારા એકપણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં પેટાચૂંટણી કરી જીતી બતાવો 

ઈટાલિયાનો પાટીલને ખુલ્લો પડકાર, અમારા એકપણ ધારાસભ્ય તોડીને બતાવો!

Gujarat Politics : વિસાવદરમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા. સુરતના કામરેજથી લઈને વરાછા અને વેડ રોડથી લઈને મોટા વરાછા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સુરતની ધરતી પરથી તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, હવે એકપણ MLA તોડી બતાવો. 

fallbacks

અમારા એકપણ ધારાસભ્ય તોડી બતાવો
સુરતના સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોપાલ ઇટાલીયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ, સુરતમાં આવેલા ખાડીપુરને લઈને પણ આડેહાથ લીધા હતા. પાટીલને પડકાર ફેકતા ઈટાલિયાએ કહ્યું હતું કે, હવે એકપણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટાચૂંટણી કરી જીતી બતાવો.

ઈટાલિયાએ એવું કહ્યું કે ભાજપ સમસમી જાય, મને જીતાડવા માટે ભાજપના લોકોએ મદદ કરી!

પાટીલ ધારાસભ્યોને તોડવાની દુકાન ચલાવે છે 
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષ સામે જ બાગી બન્યા છે, ત્યારે ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કરતા કહ્યું કે, સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખી અને આ આખો કાંડ કરાવી રહ્યાં છે. મારી સીઆર પાટીલને એક જ ચેલેન્જ છે કે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ખરીદવા-ફોડવાની દુકાન માત્ર સીઆર પાટીલ ચલાવે છે. ઉમેશ મકવાણા જો ભાજપમાં જવાનો અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી ભાજપનું કામ કરવાનું વિચારતો હોય તો તેની પાછળનો દોરી સંચાર સીઆર પાટીલના હાથમાં છે.

બધા પૂર ભાજપસર્જિત પૂર છે - ઈટાલિયા 
ગોપાલ ઈટાલિયાએ સુરતના ખાડીપૂરને લઈને સરકારને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, હાલ સુરતમાં ખાડી પુર આવ્યું છે. વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. આજના શાસકો લાયકાત વગરના શાસકો છે, અને આ લોકોને કોણે બેસાડયા છે તે સવાલ આપણે કરવો જોઈએ. આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે. આ પહેલા વડોદરામાં પૂર આવ્યું હતું, જૂનાગઢમાં પૂર આવ્યું હતું, અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું. આ બધા પૂર ભાજપસર્જિત પુર છે. કારણકે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડયા તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. તો હવે આ પરિસ્થિતિ બદલવા માટે જનતાએ મક્કમ મનોબળ રાખીને ભાજપને જાકારો આપવાનો છે. કારણ કે હવે કોઈ પણ પ્રકારની લાચારીમાં જીવન જીવવા કરતા આપણે જાતે ઊભા થઈને આ લાચારીમાંથી બહાર આવવું પડશે.

કોંગ્રેસમાં પાટીદાર નેતાઓએ નવો મોરચો માંડ્યો, સુકાન પદ માટે દિલ્હી સુધી લગાવ્યો દાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More