Home> Gujarat
Advertisement
Prev
Next

GPSCએ ડ્રગ ઈન્સ્પેક્ટરની ભરતીના ઈન્ટરવ્યૂ કર્યા રદ, નવી તારીખ અંગે હસમુખ પટેલે કરી આ વાત

GPSC Exam Controversy : GPSCએ ડ્રગ ઈન્સ્પેક્ટરની ભરતીના ઈન્ટરવ્યૂ કર્યા રદ... ઈન્ટરવ્યૂ પેનલના એક સભ્ય સરદાર ધામમાં મોક ઈન્ટરવ્યૂ લેવા ગયા હોવાનો ખુલાસો... ઉમેદવારોના ઈન્ટરવ્યૂ મુદ્દે જ GPSCની કાર્યપદ્ધતિ સામે થઈ રહ્યા છે સવાલ
 

GPSCએ ડ્રગ ઈન્સ્પેક્ટરની ભરતીના ઈન્ટરવ્યૂ કર્યા રદ, નવી તારીખ અંગે હસમુખ પટેલે કરી આ વાત

GPSC drug inspector interview cancelled:  GPSCના ઈન્ટરવ્યૂ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યું છે. એક તજજ્ઞએ સરદારધામમાં ઈન્ટરવ્યૂ લેવાનું સામે આવ્યું છે. તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા. આયોગે બે દિવસ લીધેલા ડ્રગ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કર્યા છે. હવે ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે. 

fallbacks

નવી તારીખ ફરી જાહેર કરાશે 
શનિવારથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયેલ છે. પરંતું શનિવારે સાંજે આયોગના ધ્યાન પર આવ્યું કે, ઈન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા.  તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે તારીખ હવે જાહેર કરવામાં આવશે.

 

 

હસમુખ પટેલે ઈન્ટરવ્યૂ રદ કરવાની કરી હતી જાહેરાત
તેમણે આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે, ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયેલ છે. આજે સાંજે આયોગના ધ્યાન પર આવેલ છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે તારીખ હવે જાહેર કરવામાં આવશે. 

તેમણે વધુમા કહ્યું કે, ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક તજજ્ઞ આ ભરતીના સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યૂમાં ગયેલાનું ધ્યાન માં આવતા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનુ અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે. ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ વિશે વિગતવારની સૂચનાઓ ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.

 

 

પહેલા જ મોક ઇન્ટરવ્યુ લેનાર ગેસ્ટની જાહેરાત થઈ હતી - સરદાર ધામ
GPSC દ્વારા ડ્રગ ઇન્સ્પેક્ટર માટેના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ રદ્દ કરવાનો મામલો શું છે તે જાણીએ. પેનલમાં બેસનાર તજજ્ઞએ સરદાર ધામની મુલાકાત લીધી હતી. આ અંગે સરદાર ધામ સિવિલ સર્વિસ સેન્ટરના ચેરમેન ટી જી ઝાલાવાડીયાએ જણાવ્યું કે, સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યુમાં ગયેલા પેનાલિસ્ટે GPSCને જાણ કરવી જોઈતી હતી. ઈન્ટરવ્યૂની તારીખની જાહેરાત પહેલા જ મોક ઇન્ટરવ્યુ લેનાર ગેસ્ટની જાહેરાત સરદાર ધામ વતી થઈ ચૂકી હતી. મોક ઇન્ટરવ્યૂ માટે ગેસ્ટના નામ સાથે જાહેરાત મુકવામાં આવી હતી. GPSC એ ઉમેદવારોના હિતમાં કરેલો નિર્ણય આવકાર્ય છે. સરદાર ધામ 2016 થી સિવિલ સર્વિસ સેન્ટર ચલાવે છે. દર વર્ષે 200 થી 250 વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરતી કરે છે. આ પરીક્ષા માટે પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

દિનેશ બાંભણીયાનું નિવેદન
GPSC દ્વારા ડ્રગ ઇન્સ્પેક્ટર માટેના ઉમેદવારોના ઈન્ટરવ્યૂ રદ્દ કરવા મામેલ દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, GPSCની પરીક્ષા હસમુખ પટેલ દ્વારા રદ કરાઇ છે તે આવકારદાયક છે. ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે. જ્યારે જ્યારે GPSCના ધ્યાનમાં કોઇપણ પ્રશ્નો આવ્યા છે. ત્યારે પરીક્ષા રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. હસમુખ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More