Home> India
Advertisement
Prev
Next

હૈદરાબાદમાં ચારમીનાર પાસે ભીષણ આગ, 17 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

આ ઘટના તાજેતરમાં હૈદરાબાદમાં આગ લાગવાની બીજી મોટી ઘટના છે. બે દિવસ પહેલા સિદ્દી અંબર બજારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી.
 

હૈદરાબાદમાં ચારમીનાર પાસે ભીષણ આગ, 17 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

હૈદરાબાદઃ હૈદરાબાદના ઐતિહાસિક ચારમીનરની પાસે સ્થિત ગુલઝાર હૌઝ વિસ્તારમાં શનિવારે સવારે ભયાનક આગ લાહી હતી. એક રહેણાક અને વ્યાવસાયિક ઉપયોગવાળી ઇમારતમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ દુર્ઘટના તાજેતરના વર્ષોમાં હૈદરાબાદની સૌથી મોટી ત્રાસદી માનવામાં આવી રહ્યો છે.

fallbacks

પ્રાથમિક રિપોર્ટ અનુસાર આગ સવારે 5.30 કલાકે તે સમયે લાગી જ્યારે લોકો ઊંઘી રહ્યાં હતા. આગ ઇમારતમાં નીચ સ્થિત એક દુકાનથી શરૂ થઈ અને ઝડપથી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. ધૂમાડાને કારણે શ્વાસ રૂંધાતા લોકોના મોત થયા છે.

રાહત અને બચાવ કાર્ય જારી
ફાયર ડિપાર્ટમેન્ટને જ્યારે આગની ઘટનાની જાણકારી મળી તો ફાયરની 11 ટીમ મોકલવામાં આવી હતી. તેમાં લંગર હૌઝ, મોગલપુરા, ગૌલગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ અને સાલારજંગ મ્યૂઝિયમ સ્ટેશનોથી મોકલવામાં આવેલી ગાડીઓ સામેલ હતી. આ સિવાય 2 રેસ્ક્યુ ટેન્ડર, એક બ્રોંટો સ્કાઈલિફ્ટ, 3 વોટર ટેન્ડર અને એક ફાયર ફાઇટિંગ રોબોટની મદદ લેવામાં આવી હતી.

ઈજાગ્રસ્તોને ડીઆરડીઓ હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગનું કહેવું છે કે આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા પીડિત પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે. મૃતકોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More