UPSC Result declared: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મંગળવારે 22 એપ્રિલે સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 નું અંતિમ પરિણામ (UPSC Result declared) જાહેર કર્યું. જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ ચૌધરીએ UPSC પરીક્ષામાં 348મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ સફળતા સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે.
હવે સવાલ એ ઉદ્દભવે છે કે સાચું કોણ?
રાજ્યના હજારો યુવક યુવતીઓ UPSC અને GPSCની પરીક્ષામાં ભાગ લીધો હતો. ત્યારે પાટણમાંથી પરિક્ષાને લઈ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. પાટણમાં UPSC અને GPSCની પરીક્ષા વિવાદમાં આવી છે. જી હા..પાટણના સાંતલપુર તાલુકાના એક નાના ગામનો વિપુલ ચૌધરી યુવક UPSCમાં 348 ક્રમાંક સાથે પાસ થયો છે. જયારે GPSCની પરિક્ષામાં 100માંથી 20 માર્ક્સ આપતા ગુજરાત ગૌણ સેવા પસંદગીની કાર્ય પદ્ધતિ સામે આંગણી ચીંધાઈ હતી. હવે સવાલ એ ઉદ્દભવે છે કે સાચું કોણ? આ સાથે જ GPSC સામે સવાલો ઉઠ્યા છે અને ગુજરાત જાહેર સેવા આયોગ-GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરીથી શંકાના પરીધમાં મુકાઈ છે.
વિપુલ ચૌધરી 348માં ક્રમાંકે UPSC સર કરી
GPSCની પરીક્ષા પધ્ધતિ પણ UPSCની પેટર્ન આધારિત છે. GPSC દ્વારા તાજેતરમાં ક્લાસ વન-ટુ ભરતીમાં સાંતલપુર તાલુકાના હમીરપુર જેવા નાનકડા ગામનો યુવા ઉમેદવાર કે જેમણે મુખ્ય પરીક્ષામાં 429.25 ગુણ મેળવ્યા પરંતુ, મૌખિક ઈન્ટરવ્યુમાં માત્ર 20 ગુણ આપીને ફેલ જાહેર કરવામાં આવ્યા હતા. આ જ 25 વર્ષના વિપુલ કરમણભાઈ ચૌધરીએ 348માં ક્રમાંકે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન- UPSC સર કરતા ગુજરાત જાહેર સેવા આયોગ-GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ શંકાના પરિધમાં આવી છે.
કેવી રીતે GPSC શંકાના પરિધમાં આવી?
છેલ્લે જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૪માં જે રીતે મેઈન્સ પછીના ‘રૂબરૂ મુલાકાત' અર્થાત ઇન્ટરવ્યુંમાં 82 ગુણના ગેપિંગને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા યુવાનાઓ સવાલો ઉભા કર્યા હતા તેને મંગળવારે દિલ્હીથી જાહેર થયેલા UPSCના પરીણામોએ વધારે મજબૂત કર્યા છે. GPSCની 20/2024ની જાહેરાતમાં અગાઉની એક ભરતીમાં ગેરરિતી આચરવા સબબ જે ઉમેદવાર માટે પ્રતિબંધ મુકાયો હતો તેને મૌખિક પરીક્ષામાં 92 ગુણ આપીને સિલેક્ટ કરી દેવાયા હતા. જેના કારણે મુખ્ય પરીક્ષામાં માત્ર 371 ગુણ ધરાવતા ઉમેદવારો ક્લાસ વન-ટુમાં સિલેક્ટ થઈ ગયા.
જ્યારે વિપુલ ચૌધરી જેવા અસંખ્ય ઉમેદવારો કે જેમનુ મુખ્ય પરીક્ષાનું મેરિટ 427થી લઈ 429.25 વધુ હતુ તેમને મૌખિક અર્થાત 'રૂબરૂ મુલાકાત' હેઠળની પરીક્ષામાં 10થી 20 સુધી ગુણ આપીને નાપાસ જાહેર કરાયા હતા. ભૂતકાળમાં GPSCની જાહેરાત ક્રમાંક 10/2020, 26/2021, 30/2022 સહિતની અનેકવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મૌખિક ઈન્ટરવ્યુમાં સૌથી વધુ અને ઓછા ગુણની વચ્ચેની ગેપ- તફાવત 30થી 40 ગુણ વચ્ચેનો રહ્યો છે.
તેવામાં જાહેરાત ક્રમાંક 20/2024 હેઠળની ભરતીમાં મહત્તમ 92 અને લધુત્તમ 10 જેટલુ અંતર એટલે કે 82 માર્ક્સનુ ગેપિંગ એ ઈતિહાસમાં પહેલીવાર જોવા મળ્યુ છે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા યુવાનોમાં ગુજરાતમાં રમત થઈ રહ્યાની લાગણી પ્રગટી છે. UPSCએ ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યા બાદ સોશિયલ મિડીયામાં ઉમેદવારોમાં તેની પ્રતિતિ જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે