Home> Sports
Advertisement
Prev
Next

DRS પર બબાલ...LIVE મેચમાં પંતનો 'થપ્પડ કાંડ', બોલર ડરી ગયો! કેમેરામાં કેદ થઈ હરકત

Rishabh Pant : IPL 2025ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના ઘર આંગણે જ 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રિષભ પંત ગુસ્સામાં આવીને તેની ટીમના જ બોલર સામે હાથ ઉગામતો જોવા મળે છે.
 

DRS પર બબાલ...LIVE મેચમાં પંતનો 'થપ્પડ કાંડ', બોલર ડરી ગયો! કેમેરામાં કેદ થઈ હરકત

Rishabh Pant : IPL 2025ની 40મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સે લખનૌને હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. તો લખનૌ 9 મેચમાં ચોથી હાર સાથે 5માં સ્થાને છે. પોતાના ફોર્મને લઈને સવાલોનો સામનો કરી રહેલા પંતે લાઈવ મેચમાં કંઈક એવું કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હકીકતમાં રિષભ પંત ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે પોતાના જ એક બોલર સામે હાથ ઉગામ્યો હતો. તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

fallbacks

LIVE મેચમાં પંતનો 'થપ્પડ કાંડ'

મેચની બીજી ઇનિંગ દરમિયાન જ્યારે DRS લેવાનો નિર્ણય ટીમના પક્ષમાં ન હતો ત્યારે રિષભ પંત સ્પિનર ​​દિગ્વેશ રાઠીને થપ્પડ મારવા ગયો હતો. આ ઘટના ઇનિંગની 7મી ઓવરમાં બની હતી. ઓવરના છેલ્લા બોલ પર દિગ્વેશ રાઠીએ ઓફ સ્ટમ્પ પર કેએલ રાહુલને ફુલ લેન્થ બોલ ફેંક્યો, જે ટર્ન થયો અને તેના આગળના પેડ પર અથડાયો. વિકેટની પાછળ ઊભેલા પંત અને બોલરે LBW માટે જોરદાર અપીલ કરી. જો કે, અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો.

 

કેમેરામાં કેદ થઈ હરકત 

પહેલી નજરે એવું લાગતું હતું કે બોલ બહાર જઈ રહ્યો છે. આથી પંતે ડીઆરએસ લેવામાં કોઈ રસ દાખવ્યો નહોતો, પરંતુ લાંબી વાતચીત બાદ દિગ્વેશ રાઠીએ રિષભ પંતને ડીઆરએસ લેવા માટે મનાવ્યો અને કેપ્ટને 3 સેકન્ડ બાકી રહેતા રિવ્યુ લીધો. રિવ્યુમાં અમ્પાયરનો નોટ આઉટનો નિર્ણય સાચો હતો. નોટઆઉટનો નિર્ણય મોટા પડદા પર દેખાતા જ રિષભ પંત ગુસ્સે થઈ ગયો અને તેણે દિગ્વેશ રાઠી સામે હાથ ઉગામ્યો હતો. તેની આ હરકત કેમેરામાં કેદ થઈ હતી.

 

પંત બેટિંગમાં કરી રહ્યો છે સંઘર્ષ

આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી રિષભ પંત અત્યાર સુધી સિઝનમાં રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. દિલ્હી સામે પંત ફરી એકવાર પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને દિલ્હી કેપિટલ્સ સામે મુકેશ કુમારે આઉટ કર્યો હતો. આ મેચમાં એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. પંત 4, 5 કે 6 નંબર પર નહીં, પરંતુ 7માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેના પહેલા અબ્દુલ સમદ, ડેવિડ મિલર અને આયુષ બદોનીને બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આખી સિઝનમાં પંતના બેટથી માત્ર એક જ ફિફ્ટી આવી છે. તે 9 મેચમાં માત્ર 106 રન જ બનાવી શક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More